loader

Breaking News


Home > Gujarat > સવજીભાઈનું કામ ન્યુ ઇન્ડિયા માટે આધારશિલા : નરેન્દ્ર મોદી


Foto

સવજીભાઈનું કામ ન્યુ ઇન્ડિયા માટે આધારશિલા : નરેન્દ્ર મોદી

Oct. 26, 2018, 12:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : દિવાળી સમયે પોતાના રત્નકલાકારો અને કર્મચારીઓને કાર, કેશ પ્રાઈઝની બોનસ આપવાની પરંપરા શરુ કરનારા સવજીભાઈ ધોળકિયાએ પોતાના 600 રત્ન કલાકારોને બોનસમાં કાર આપવાનો નિર્ણય કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વિડિઓ કોન્ફ્રન્સ દ્વારા જોડાયા હતા. આ દરમિયાન તેઓએ કંપનીના કર્મચારીઓ સાથે પણ વાતચિત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે સવજીભાઈ ધોળકિયાએ સ્કિલ અને ઇન્સેટીવ પર ધ્યાન આપીને સરાહનીય કામ કર્યું છે, હું તેમની પ્રશંસા કરું છું. તેમનું કામ ન્યુ ઇન્ડિયા માટે આધારશીલા છે.

બોનસના રૂપમાં કાર આપવાના આ કાર્યક્રમમાં કર્મચારીઓના પરિવારોની સાથે સાથે કથાકાર મોરારીબાપુ, ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને શ્રી શ્રી રવિશંકર પણ હાજર રહ્યાં હતા.