loader

Breaking News


Home > Bollywood > વાલ્મિકી સમાજ પર કરેલી ટિપ્પણી પર સલમાન અને શિલ્પાને પડી શકે છે મુશ્કેલીઓ


Foto

વાલ્મિકી સમાજ પર કરેલી ટિપ્પણી પર સલમાન અને શિલ્પાને પડી શકે છે મુશ્કેલીઓ

Dec. 22, 2017, 6:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતમાં અલગ અલગ જાતિ અને જ્ઞાતિનાં લોકો રહે છે. આપણા બંધારણ મુજબ દેશમાં દરેકને વાણી સ્વાતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. આજે આપણી આજુ બાજુ વાણી સ્વાતંત્રતા અધિકારનો દુરઉપયોગ થઇ રહ્યો હોય તેવુ ઘણીવાર જોવા મળ્યુ છે. નેતાઓનાં ભાષણમાં ખાસ કરીને આ અધિકારનો દુરઉપયોગ થતો આપણે સૌએ જોયુ છે પરંતુ તેમાં હવે બોલીવુડ સ્ટાર્સ પણ પાછળ રહેવા માંગતા નથી. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાન અને શિલ્પા શેઠ્ઠી વાલ્મિકી સમાજને નીચા બતાવ્યાં હતા. આ બાબતે વાલ્મિકી સમાજનાં લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધો છે.





એક પ્રાઇવેટ ચેનલમાં ઇંટરવ્યુ આપતા સલમાન ખાન અને શિલ્પા શેઠ્ઠીએ વાલ્મિકી સમાજને નીચો બતાવ્યો હતો. આ બંન્ને સ્ટાર્સને પોતાના કામ અંગે પુછવામાં આવેલા સવાલમાં તેમણે કટાક્ષ ભર્યા અંદાજમાં ભંગી શબ્દનો ઉપયોગ કરી વાલ્મિકી સમાજને દુખ પહોચાડવાનું કામ કર્યુ છે. મહત્વની વાત એ છે કે સલમાનનાં સૌથી મોટા ચાહકોમાં આ સમાજનું નામ છે. પોતાની જાત ઉપર કરવામાં આવેલી ટિપ્પણીથી વાલ્મિકી સમાજ ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ સલમાન ખાન અને શિલ્પા શેઠ્ઠી ઉપર અમદાવાદનાં વાલ્મિકી સમાજનાં લોકોએ ફરિયાદ નોંધાવી દીધી છે. સલમાન ખાનનાં સૌથી મોટા ચાહકો આજે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યા છે તે જોતા લાગે કે બોલવામાં સંયમ ન રાખી શકે તેનો સમય ખરાબ આવી શકે છે.