loader

Breaking News


Home > Bollywood > સલમાન ખાન અને રણવીર સિંહ ફિલ્મ ધુમ-4માં દેખાશે એક સાથે


Foto

સલમાન ખાન અને રણવીર સિંહ ફિલ્મ ધુમ-4માં દેખાશે એક સાથે

July 2, 2018, 8:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સલમાન ખાન બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. તેની પાસે તમામ મોટા પ્રોજેક્ટ હાથમાં આવી રહ્યા છે. રેસ-૩ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી લીધા બાદ તે હાલમાં ભારત નામની પોતાની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ત્યારબાદ દબંગ-૩ ફિલ્મમાં પણ કામ કરનાર છે. હવે એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે સલમાન ખાન ધુમ-૪ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે.




ધુમ-૪ ફિલ્મમાં તેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મ ૨૦૧૯માં ફ્લોર પર જનાર છે. ધુમ-૪ ફિલ્મ માટે પ્રથમ પોસ્ટર તૈયાર કરી લેવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. રિપોર્ટ મુજ ફિલ્મમાં સલમાન ખાનના લાંબા વાળ રહેશે. ચહેરા પર એક નિશાન પણ રહેશે. જા કે સલમાન ખાન કોઇ નેગેટિવ રોલ કરનાર નથી. ફિલ્મમાં સલમાન ખાન ધુમ-૨માં રિતિક રોશન અને ધુમ-૩માં આમિર ખાન જેવી ભૂમિકા અદા કરનાર છે. જો કે હજુ સુધી યશરાજ ફિલ્મ્સ તરફથી ધુમ-૪ ફિલ્મને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મનાં શુટિંગને લઇને ફેલાયેલી અફવા વચ્ચે અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મનું શુટિંગ વહેલી તકે શરૂ કરવામાં આવનાર છે. ધુમ-૪ ફિલ્મનુ શુટિંગ હવે ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે.

સુત્રોનાં જણાવ્યાં મુજબ પેપર વર્કની કામગીરી ચાલી રહી છે. તમામ કામગીરી પૂર્ણ કરી લીધા બાદ આદિત્ય દ્વારા આ સંબંધમાં જાહેરાત કરવામાં આવનાર છે. અઢી વર્ષનાં ગાળા બાદ આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. આદિત્ય ચોપડા અને સલમાન ખાન વચ્ચે ડીલ થઇ ચુકી છે. ફિલ્મ ૨૦૨૦માં રજૂ કરાશે. ફિલ્મમાં સલમાનની સાથે રણવીર સિંહ રહેશે. હાલમાં લોકપ્રિય બંને અભિનેતા પ્રથમ વખત એક સાથે જોવા મળશે. હાલમાં રણવીર સિંહ સિમ્બાને લઇને વ્યસ્ત છે.