loader

Breaking News


Home > Bollywood > ગર્લફ્રેન્ડ હોવાના મુદ્દે સલમાન ખાને કર્યો મોટો ખુલાસો


Foto

ગર્લફ્રેન્ડ હોવાના મુદ્દે સલમાન ખાને કર્યો મોટો ખુલાસો

Aug. 9, 2018, 11:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : બોલીવુડનાં દબંગ સ્ટાર સલમાન ખાને ગર્લફ્રેન્ડને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યુ કે, મારા પિતાએ મને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કોઇ પણ ગર્લફ્રેન્ડ સાથે શહેરમાં ફરવા કરતા તેને લઇને ઘરે આવવું જોઇએ.




બોલીવુડમાં મોટી અભિનેત્રીઓ સાથે ઓસ્ક્રીન રોમાંસ કરી ચુકેલા સલમાન ખાન આજે પણ પોતાના પિતાનાં આદેશનું પૂરુ પાલન કરે છે. તેણે તાજેતરમાં જ કહ્યુ કે, મારા પિતાનું માનવુ છે કે કોઇ પણ ગર્લફ્રેન્ડને બહાર ફેરવા કરતા તેને ઘરે લઇને આવુ જોઇએ. તેણે વધુમાં જણાવ્યું કે, આ માત્ર મારા પર લાગુ પડતુ નથી તે મારી બહેનો ઉપર પણ લાગુ પડે છે. જો તેમને કોઇ પસંદ હોય તો તેને લઇને ઘરે આવવુ જોઇએ અને સૌથી પહેલા તેને માતા-પિતા સાથે મળાવવું જોઇએ. સલમાન કહ્યુ કે, મારા માતા-પિતાએ અમને મનપસંદ સાથી સાથે લગ્ન કરવાનો અધિકાર આપ્યો છે તો તેમની સાથે હંમેશા વફાદાર રહેવુ જોઇએ.