loader

Breaking News


Home > Bollywood > આકાશ દદલાનીથી ગુસ્સે થયેલ સલમાને બિગ બોસનો સેટ છોડ્યોઃ બિગ બોસ


Foto

આકાશ દદલાનીથી ગુસ્સે થયેલ સલમાને બિગ બોસનો સેટ છોડ્યોઃ બિગ બોસ

Nov. 25, 2017, 7:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બિગ બોસમાં જ્યા અઢવાડીયાનાં પાંચ દિવસ કંન્ટેસ્ટન્ટ પોતાની મનમાની કરે છે ત્યા વિકેન્ડ કા વારમાં સલમાન બધાની ક્લાસ લેતા દેખાતા હોય છે. જો કે આ વિકેન્ડમાં કંઇક એવુ થવા જઇ રહ્યુ છે જેમાં સલમાન પોતાના ગુસ્સાને રોકી શકતા નથી અને બિગ બોસનાં સેટની બહાર ચાલ્યા જાય છે. જો કે આ પહેલીવાર નથી કે સલમાન બિગ બોસનાં સેટને છોડી ચાલ્યા ગયા હોય, આ પહેલા પણ તે પોતાના ગુસ્સા પર કાબુ રાખવા શો ની બહાર નિકળી ચુક્યા છે.



બિગ બોસનાં આ અઢવાડીયામાં પુનીસ અને આકાશ દદલાનીની દોસ્તીમાં તીરાડ પડી છે. કેપ્ટનશીપ માટે બિગ બોસ દ્ધારા આપવામાં આવેલ ટાસ્કમાં ઘરના લોકોની સહમતીથી આકાશ કંન્ટેન્ડર હતો. જેમાં એક સમયે એવો આવ્યો કે તેના મિત્ર પુનિસ તેને મદદ કરી શકતો હોવા છતા તેની મદદ ન મળતા આકાશે પોતાનો આપો ગુમાવી દીધો હતો અને પુનીસ સાથે દુરવ્યવહાર કર્યો હતો. તેમના વચ્ચેની લડાઇને દુર કરવા વિકેન્ડ કા વારમાં સલમાને બંન્નેને બિગ બોસનાં અખાડામાં ઉતાર્યા હતા. જો કે સલમાને આ અખાડામાં તેમને લડવા નહી પરંતુ એકબીજાને ગળે મળવા કહ્યું હતુ. તે માટે પુનીસ રાજી હતો પરંતુ આકાશે સલમાનની વાતને સ્વીકારવાની ના પાડી દીધી હતી. જો કે તે માટે સલમાને આકાશને વિનંતી પણ કરી હતી પરંતુ આકાશે સલમાનની વાતને માનવાની ના કહેતા સલમાન ઘણો ગુસ્સે ભરાયો હતો અને આકાશને તે ટાસ્ક હારી ગયો છે કહીને બિગ બોસનાં સેટથી બહાર જતો રહ્યો હતો. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થયુ કે સલમાન સેટ છોડીને જાય છે કે અખાડાથી સ્ટેજ પર પહોચે છે.