loader

Breaking News


Home > Bollywood > સલમાન ખાન ધુમ-4માં મુખ્ય ભૂમિકામાં દેખાશે


Foto

સલમાન ખાન ધુમ-4માં મુખ્ય ભૂમિકામાં દેખાશે

Sept. 13, 2018, 11:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : સલમાન ખાન બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. તેની પાસે તમામ મોટા પ્રોજેક્ટ હાથમાં આવી રહ્યા છે. રેસ-૩ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી લીધા બાદ તે હાલમાં ભારત નામની પોતાની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ત્યારબાદ દબંગ-૩ ફિલ્મમાં પણ તે દેખાશે. હવે એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે સલમાન ખાનને ધુમ-૪ ફિલ્મ હાથ લાગી છે.



ધુમ-૪ ફિલ્મમાં તેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મ ૨૦૧૯માં ફ્લોર પર જનાર છે. ધુમ-૪ ફિલ્મ માટે પ્રથમ પોસ્ટર તૈયાર કરી લેવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. રિપોર્ટ મુજ ફિલ્મમાં સલમાન ખાનનાં લાંબા વાળ રહેશે. ચહેરા પર એક નિશાન પણ રહેશે. જો કે સલમાન ખાન કોઇ નેગેટિવ રોલ કરવાનો નથી. ફિલ્મમાં સલમાન ખાન ધુમ-૨માં રિતિક રોશન અને ધુમ-૩માં આમિર ખાન જેવી ભૂમિકા અદા કરશે. જો કે હજુ સુધી યશરાજ ફિલ્મ્સ તરફથી ધુમ-૪ ફિલ્મને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

ફિલ્મનાં શુટિંગને લઇને ફેલાયેલી અફવા વચ્ચે હવાલામાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મનુ શુટિંગ વહેલી તકે શરૂ કરવામાં આવનાર છે. ધુમ-૪ ફિલ્મનું શુટિંગ હવે ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. પેપર વર્કની કામગીરી ચાલી રહી છે. તમામ કામગીરી પૂર્ણ કરી લીધા બાદ આદિત્ય દ્વારા આ સંબંધમાં જાહેરાત કરવામાં આવનાર છે. અઢી વર્ષનાં ગાળા બાદ આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. આદિત્ય ચોપડા અને સલમાન ખાન વચ્ચે ડીલ થઇ ચુકી છે. ફિલ્મ ૨૦૨૦માં રજૂ કરાશે. ફિલ્મમાં સલમાનની સાથે રણવીર સિંહ રહેશે. હાલમાં લોકપ્રિય બંને પ્રથમ વખત એક સાથે નજર પડનાર છે. હાલમાં રણવીર સિંહ સિમ્બાને લઇને વ્યસ્ત છે. તેની પાસે ગુલ્લી બોય નામની પણ ફિલ્મ છે.