loader

Breaking News


Home > Bollywood > સલમાન ખાન બિગ બોસ સીઝન 12 માટે કરી રહ્યો છે મહેનત, ફોટો કર્યો શેયર


Foto

સલમાન ખાન બિગ બોસ સીઝન 12 માટે કરી રહ્યો છે મહેનત, ફોટો કર્યો શેયર

Sept. 15, 2018, 9:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : બિગ બોસ સીઝન 12 માટે સલમાન ખાન ખૂબ મહેનત કરી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ રિયાલીટી શો સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે, જેના કારણે તેને જોનારા લોકોમાં વધારો થયો છે. હવે તેની સીઝન 12 લઇને સલમાન ખાન આવી રહ્યો છે, જેના માટે તેણે મહેનત પણ શરૂ કરી દીધી છે. જે તેણે એક ફોટો શેયર કરીને પોતાના ચાહકોને જણાવ્યું છે.સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મ ભરતને લઇને વ્યસ્ત છે, બીજી તરફ તેણે હમણા જ તેનો શો 10 કા દમ ખતમ કર્યો છે. હવે તે તૈયારીઓ કરી રહ્યો છે બિગ બોસ સીઝન 12ની જેને લઇને તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પણ શેયર કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી સલમાન ખાન જ આ રિયાલીટી શોને હોસ્ટ કરી રહ્યો છે. શોનું પ્રિમિયર16 સપ્ટેમ્બર રવિવારનાં રોજ થવાનુ છે. શુક્રવારે તેણે શેયર કરેલા ફોટોને માત્ર થોડાક જ કલાકોમાં 11 લાખ લોકોએ લાઇક કર્યુ હતુ. ફોટોમાં સલામાન ખાન એખ મસ્ક્યુલરમેન જેવો લાગે છે.