loader

Breaking News


Home > Bollywood > સલમાન હવે નવી હિરોઇનની શોધમા


Foto

સલમાન હવે નવી હિરોઇનની શોધમા

Sept. 7, 2017, 5:51 p.m.
      Whatsapp   

સલમાન ખાન હવે એક નવા ચહેરાને બોલીવુડમાં લાવવા જઇ રહ્યાં છે. તે પોતાના પ્રોડક્શન હાઉસમાં બનનારી આગામી ફિલ્મ માટે એક હિરોઇનની શોધમાં છે. આ ફિલ્મમાં સલમાને તેના બનેવી આયુષ શર્માને બોલીવુડમાં લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

જાણીતા કાસ્ટીંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેયર કરી છે, જેમા તેમણે આ બાબતની જાણકારી આપી છે. છાબડાએ જણાવ્યું કે તે 20થી 25 વર્ષની એક યુવતીની શોધમાં છે જેને સલમાન ખાન પ્રોડક્શનમાં લોન્ચ કરવામાં આવશે. સુત્રોના જણાવ્યાં મુજબ આયુષની ડેબ્યું ફિલ્મ માટે એક સ્ટોરી મળી ગઇ છે. ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં એક્શન, ઇમોશન અને રોમાંસ ભરપૂર જોવા મળશે.

આયુષે આ ફિલ્મ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સલમાન ખાન આ ફિલ્મ માટે એક સારા ડાયરેક્ટરની પણ શોધમાં છે. ફિલ્મની શુંટીંગ આ વર્ષે જ શરૂ કરી દેવામાં આવશે અને 2018માં તેને રીલીઝ કરવામાં આવશે.