loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાં જનજાગરણ અભિયાન ચલાવશે સમાજવાદી પાર્ટી


Foto

ગુજરાતમાં જનજાગરણ અભિયાન ચલાવશે સમાજવાદી પાર્ટી

Sept. 20, 2018, 11:28 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત મોડલ ફક્ત ભ્રામક પ્રચાર છે. અહીં માળખાગત સુવિધાઓનો અભાવ છે. બેરોજગારી અને ગરીબી પણ ચરમસીમા પર છે. ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર દરેક મોરચે નિષ્ફળ છે. સમાજવાદી પાર્ટી ભાજપ સરકારની નિષ્ફળતાઓને સામાન્ય માણસ સુધો પહોંચાડવા માટે ગુજરાતમાં જનજાગરણ અભિયાન ચલાવશે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગુજરાત મોડલનો પર્દાફાશ કરશે. ગુજરાતની મુલાકાતે આવેલ સમાજવાદી પાર્ટીના દયારામ યાદવે બુધવારે આ વાત કહી હતી.

તેઓએ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના દરેક વચનોથી ફરી ગયા છે. બેરોજગારોને કામ મળ્યું નથી તેમજ મોંઘવારી પર લગામ લગાવવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઇ છે. ખેડૂતોને તેમની પેદાશો માટે વાજબી ભાવ મળતા નથી. પાક વીમા યોજનામાં નિષ્ફળતાથી ખેડૂતોએ આત્મહત્યા કરવાની ફરજ પડી છે.