loader

Breaking News


Home > National > એક જ વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિ વધીને થઇ 89 હજાર કરોડ


Foto

એક જ વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિ વધીને થઇ 89 હજાર કરોડ

Aug. 13, 2018, 9 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : લાંબા સમયથી ભારતના સૌથી અમીર મૂકેશ અંબાણી કુલ ૪૮.૪ અબજ ડોલર એટલે કે ૩૩૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ૧૯૧ દેશમાં સૌથી અમીર બની ગયા છે. અંબાણી હાલમાં દુનિયાના માત્ર ચાર દેશના અમીરોથી પાછળ છે.



પાછલા એક વર્ષ દરમિયાન તેમની સંપત્તિમાં લગભગ ૧૩.૧૦ અબજ ડોલર એટલે કે ૮૯ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. એમેઝોનનાં જૈફ બેજાઝ ૧૫૬ અબજ ડોલર એટલે કે ૧૦.૬૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દુનિયામાં સૌથી અમીર બની ચૂક્યા છે. બ્લૂમબર્ગનાં જણાવ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં સીએમડી મૂકેશ અંબાણી હાલમાં દુનિયાનાં ટોપ અમીરનાં લિસ્ટમાં ૧૨મા નંબરે છે. તેમનાથી આગળ માત્ર ચાર દેશનાં અબજપતિઓ છે. હાલમાં દુનિયામાં ૧૯૫ દેશ છે અને આ પ્રકારે અંબાણી ૧૯૧ દેશનાં સૌથી અમીર બની ચૂક્યા છે. એક વર્ષ દરમિયાન અંબાણીની સંપત્તિમાં ૮૯ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમની સંપત્તિ વધવાનું મુખ્ય કારણ આરઆઈએલનાં સ્ટોક્સમાં તેજી છે. કંપનીનાં સારાં પરિણામ અને તેમની ટેલિકોમ કંપની જિઓનાં પ્રદર્શનમાં સુધારાનાં કારણે એક વર્ષ દરમિયાન કંપનીનાં સ્ટોકમાં લગભગ 53 ટકાનો વધારો થયો છે.