loader

Breaking News


Home > National > સનાતન સંસ્થા : બૉમ્બ ધડાકા પર સ્ટિંગ બાદ સરકાર પર વધ્યું કાર્યવાહી કરવાનું દબાણ


Foto

સનાતન સંસ્થા : બૉમ્બ ધડાકા પર સ્ટિંગ બાદ સરકાર પર વધ્યું કાર્યવાહી કરવાનું દબાણ

Oct. 9, 2018, 11:32 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : મહારાષ્ટ્રના થિયેટરોની બહાર 2008 ના બૉમ્બ ધડાકાઓને લઈને સનાતન સંસ્થા પર ગંભીર આરોપો લાગ્યા છે. આ સંસ્થાના બે સાધકોના હેરાન કરી મૂકે તેવા કબૂલાતનામા સામે આવ્યા બાદ સનાતન સંસ્થા વિરુદ્ધ ફરીથી તપાસની માંગ તેજ થઇ ગઈ છે. એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ બંને સાધકોને કેમેરામાં આતંકી હુમાઓમાં પોતાની કથિત ભૂમિકાઓ વિશે જણાવતા કેદ થયા છે.

આ જાહેરાત ખુલાસા બાદ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દીપક કેસરકરએ કહ્યું છે કે સરકાર નવા પુરાવા તપાસ કરશે અને આ બાબતે જરૂરી તપાસ હાથ ધરવામાં આવશે। તમને જણાવી દઈએ કે બોમ્બે હાઇકોર્ટમાં ચેલા 10 વર્ષથી આ મુદ્દે કેસ પેન્ડિંગ છે. આ માહિતી જાહેર થયા પછી, કોંગ્રેસે તરત જ સનાતન સંસ્થા સંબંધિત કેસ ફરીથી ખોલવાની માંગ કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કાયદા પ્રધાન સલમાન ખુર્શીદે કહ્યું છે કે તપાસ શરૂ કરવા માટે પૂરતા પુરાવા છે.