loader

Breaking News


Home > Bollywood > સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’ નું પ્રથમ સોંન્ગ થયુ રિલીઝ, જુઓ વીડિયો


Foto

સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’ નું પ્રથમ સોંન્ગ થયુ રિલીઝ, જુઓ વીડિયો

June 4, 2018, 11:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંજય દત્તનાં જીવન પર આધારિત ફિલ્મ ‘સંજુ’ નું પ્રથમ સોંન્ગ રિલીઝ થઇ ગયુ છે. જેમાં સુંજુનો અભિનય કરી રહેલો રણબીર કપૂર પોતોની મનમોહક અદાથી ગીત ગાતો જોવા મળી રહ્યો છે. ગીતનાં બોલ છે મે બઢિયા તુ ભી બઢિયા, આ ગીતને સોનુ નિગમ અને સુનિધી ચૌહાણે ગાયુ છે. આ ફિલ્મ ૨૯ જૂન ૨૦૧૮નાં રોજ રિલીઝ કરવામાં આવશે.



ફિલ્મમાં મુખ્ય અભિનય રણબીર કપૂરનો છે. તે સિવાય, ફિલ્મમાં પરેશ રાવલ, મનીષા કોઇરાલા, દિયા મિર્ઝા, સોનમ કપૂર અને અનુષ્કા શર્મા જોવા મળશે. ફિલ્મનાં નિર્માતા રાજકુમાર હિરાની છે. રાજકુમાર હિરાની સંજુ ફિલ્મને લઇને ઘણા ઉત્સાહી દેખાઇ રહ્યા છે. તેમણે પત્રકારો સાથે કરેલા એક સંવાદમાં જણાવ્યુ હતુ કે, આ ફિલ્મને લઇને ઘણો વિચાર કરવામાં આવ્યો હતો, તેમણે કહ્યુ કે, શરૂઆતમાં ફિલ્મ બનાવવી કે કેમ તે એક મોટો સવાલ ઉભો થયો હતો પણ અંતે ફિલ્મ બની ગઇ છે અને હુ ખુશ છુ. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ ફિલ્મમાં સંજય દત્ત વિશે જે બતાવવામાં આવ્યુ છે તે તમે ક્યારે સાંભળ્યુ નહી હોય અને  દેખ્યુ પણ નહી હોય.