loader

Breaking News


Home > Bollywood > સારાની ડેબ્યુ ફિલ્મને મળ્યા નવા નિર્માતાઃ રિપોર્ટ


Foto

સારાની ડેબ્યુ ફિલ્મને મળ્યા નવા નિર્માતાઃ રિપોર્ટ

Nov. 2, 2018, 12:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સારા ખાનની ડેબ્યુ ફિલ્મ કેદારનાથનું શુટીંગ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યુ છે. જો કે શુટીંગનાં ગાળા દરમિયાન નિર્દેશક અભિષેક કપુર અને નિર્માતા પ્રેરણા અરોજા વચ્ચે વિવાદનાં કારણે આ ફિલ્મનાં શુટીંગને અધવચ્ચે રોકી દેવાની ફરજ પડી હતી.



હવે આ ફિલ્મને બચાવી લેવા માટે એક નવા નિર્માતા સપાટી પર આવી રહ્યા છે. એવુ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મ નિર્માતા રોની સ્ક્રુવાલા હવે પોતાના હાથમાં લઇ રહ્યા છે. રોની સ્ક્રુવાલા આ ફિલ્મની સંપૂર્ણ રકમ જુના નિર્માતા ભુષણ કુમાર, પ્રેરણા અરોડા અને એકતા કપુરને આપી રહ્યા છે. હવે આ મહિનાનાં અંત સુધી ફિલ્મ પર ફરી એકવાર કામ શરૂ કરવામાં આવનાર છે. સુત્રોએ કહ્યુ છે કે જ્યારે રોનીએ ફિલ્મનાં ફોટોજ નિહાળ્યા ત્યારે તેમને ખુબ પસંદ પડ્યા હતા. જેથી રોનીએ પોતાના હાથમાં આ ફિલ્મ લેવાની જાહેરાત કરી દીધી છે.