loader

Breaking News


Home > National > સરદાર પટેલ જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ, જાણો વિગત


Foto

સરદાર પટેલ જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ, જાણો વિગત

Oct. 31, 2018, 2:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : લોખંડી પુરુષ તરીકે જાણિતા રહેલા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસની આજે દેશભરમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.રન ફોર યુનિટી સહિતના જુદા જુદા કાર્યક્રમ આજે યોજાયા હતા. સરદાર પટેલને યાદ કરવામાં આવ્યા હતા. ભારતને એક રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવામાં સરદાર પટેલે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલ એક મજબુત વ્યક્તિત્વનાં માલિક હતા. સરદાર પટેલને લોખંડી પુરૂષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેશના નિર્માણમાં તેમની અભૂતપૂર્વ ભૂમિકા રહી છે. સ્વતંત્રતા બાદ પટેલે પીવી મેનનની સાથે મળીને દેશી રિયાસતને દેશમાં મર્જ કરવાની ઝુંબેશ મોટા પાયે હાથ ધરી હતી.૫૬૨ રિયાસતને દેશમાં મર્જ કરાવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે પણ લોકોમાં લોકપ્રિય રહ્યા છે. હિન્દી, ઉદૂ ર્ અને અન્ય ભાષાઓમાં પણ તેઓ જાણિતા રહ્યા છે.

દેશનાં પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ હતા ત્યારે તેઓ દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે રહ્યા હતા. આજે તેમની જન્મજ્યંતિની ઉજવણી કરવામાંઆવી રહીછે. તેમને સાચી અંજલિ આપવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની મહાકાય પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.જેનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.