loader

Breaking News


Home > Gujarat > સરદાર પટેલની પ્રતિમા તૈયાર, ૩૧ આૅક્ટોબરે મોદી અનાવરણ કરશે


Foto

સરદાર પટેલની પ્રતિમા તૈયાર, ૩૧ આૅક્ટોબરે મોદી અનાવરણ કરશે

Sept. 11, 2018, 2:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : કેવડિયાના સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ પૂર્ણ થયું છે. ત્યારે આગામી ૩૧ ઓ•ક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ થશે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું ખાત મુહૂર્ત ૫ એપ્રિલ ૧૯૬૧ના દિવસે જવાહરલાલ નેહરુએ કર્યું હતું. પણ નર્મદા ડેમ બનાવાનું સપનું તો ગુજરાતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જાયુ હતું. જેથી સરદારની પટેલના સન્માનમાં રૂપિયા ૨૯૮૯ કરોડના ખર્ચે ૧૮૨ મીટરની સરદારની પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે. સાથે જ સ્ટેચ્યુના ૨૦૦૦ મીટરમાં વનવિભાગ દ્વારા વેલી ઓફ ફ્લાવર બનાવવામાં આવી છે જેમાં બારેમાસ ફૂલ આપતા છોડ ઉગાડવામાં આવ્યા છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઉલ્લેખનીય છે કે,ગુજરાતના તે સમયના મુખ્યપ્રધાન અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. જેનું કામકાજ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં તે કામ પૂર્ણ થવાનું હોવાથી ૩૧ ઓક્ટોબરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. આપને જણાવી દઇએ કે, બ્રોન્ઝ દ્વારા નિર્માણ પામનારી સરદાર પટેલની ૧૮૨ મીટરની આ ઉંચી પ્રતિમાં ધ્યાનાકર્ષક થશે. આ બ્રોન્ઝમાં ૯૦ ટકા જેટલું તાંબુ અને બાકીનું ઝીંક ધાતુ વપરાયું છે.