loader

Breaking News


Home > Gujarat > સરદાર પટેલનો જન્મદિન રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાશે


Foto

સરદાર પટેલનો જન્મદિન રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાશે

Oct. 27, 2018, 9:43 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રભાવના અને દૂરદર્શિતાથી સમગ્ર દેશ સાક્ષી છે. આઝાદી બાદ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સરદાર પટેલે કૂનેહપૂર્વક કાર્ય કરી, રજવાડાને એક કરી અખંડ ભારતના આપણા સપનાને સાકાર કર્યું છે. ત્યારે સમગ્ર દેશ ગુજરાતના સપૂતના જન્મદિન ૩૧મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવશે. ગુજરાત રાજ્યમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

મંત્રી જાડેજાએ ૩૧મી ઓક્ટોબર રાજ્યભરમાં થનારી રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી સંદર્ભે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે દેશ ભરમાં સરદાર પટેલ જન્મ જંયતિને રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તદ્દનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આ દિનની ગૌરવભેર ઉજવણી થશે. વિશ્વની સૌથી ઉંચી એવી સરદાર પટેલની પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનીટીનું વડાપ્રધાન રાષ્ટ્રાર્પણ કરશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા મહાનગરો ઉપરાંત તમામ પોલીસ એકમો એટલ કે ૩૪ પોલીસ જિલ્લા, ચાર મહાનગરો અને ૧૮ એસઆરપી જૂથોના સહયોગથી રાજ્યભરમાં રન ફોર યુનિટી મેરથોન દોડનું આયોજન કરાયું છે.