loader

Breaking News


Home > National > સરદાર વિશ્વ માનવ, તેમની પ્રતિમા સમગ્ર દેશ મટે શ્રદ્ધાનું પ્રતીક છે : નરેન્દ્ર મોદી


Foto

સરદાર વિશ્વ માનવ, તેમની પ્રતિમા સમગ્ર દેશ મટે શ્રદ્ધાનું પ્રતીક છે : નરેન્દ્ર મોદી

Oct. 1, 2018, 10:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજકોટમાં એક જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે રાહુલ ભલે તેમને અપશબ્દો કહે પરંતુ પોતાના નિવેદનોથી સરદાર પટેલના વ્યક્તિવનું કદ નાનું ના કરે. રાહુલ ગાંધીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને મેડ ઈન ચાઈના ગણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે સરદાર વિશ્વ માનવ સરીખા વ્યક્તિ છે પરંતુ તેમને નાના ગણાવીને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જો કે આપણી જવાબદારી છે કે સરદાર જેવા વિરાટ વ્યક્તિત્વ વિશે દુનિયા જાણે કે તેઓએ ભારતની એકતા માટે કામ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આ પ્રતિમા સમગ્ર દેશની શ્રદ્ધાનું પ્રતીક છે. જેમાં છ લાખ ગામોના ખેડૂતોના ખેતીના ઔજારોના ટુકડા, છ લાખ ગામોની માટી અને છ લાખ ગામોનું પાણી સમાયેલ છે. તે ઈચ્છે તો ગમે તેટલા અપશબ્દો મોદીને કહે પરંતુ મહાપુરુષો માટે અપશબ્દોના વાપરે.