loader

Breaking News


Home > Gujarat > સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વર્ષા


Foto

સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વર્ષા

Oct. 27, 2018, 1:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં આજે તોફાની પવન સાથે કમોસમી વરસાદના લીધે ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. સૌથી વધારે ખેડૂત સમુદાયમાં જોવા મળી હતી. કારણ કે, મગફળીના તૈયાર થયેલા પાકને નુકસાન થવાનો ખતરો રહેલો છે. કપાસનો પાક પણ હાલ લેવાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાના ખતરાથી ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી. ગીર સોમનાથના વિસ્તારમાં પણ વરસાદ થયો છે. વૃક્ષો ધરાશાયી થવાના શ્રેણીબદ્ધ બનાવો બન્યા છે. તળાળામાં કરા પડતા ભારે ઉત્તેજના પણ ફેલાઈ ગઈ હતી. અમરેલીથી પ્રાપ્ત અહેવાલ મુજબ શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. એક તરફ અસહ્ય ગરમીમાં લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ખેડૂતોએ લીધેલા મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. તેમજ તાલાલા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે.