loader

Breaking News


Home > Gujarat > સૌરાષ્ટ્ર-દક્ષિણમાં વરસાદનો માહોલ અકબંધ


Foto

સૌરાષ્ટ્ર-દક્ષિણમાં વરસાદનો માહોલ અકબંધ

Oct. 6, 2018, 5:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં આજે પણ વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદના પરિણામ સ્વરુપે લોકોમાં એકબાજુ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડવાથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વિજળી પણ ડુલ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં આજે પણ વરસાદ થયો હતો તેમાં જુનાગઢ અને તેના આસપાસના વિસ્તારો, માળિયા, કેશોદનો સમાવેશ થાય છે.

બીજી બાજુ વલસાડ, વાપીમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. ઘણા વિસ્તારમાં વિજળી ડુલ ઇ ગઇ હતી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી દક્ષિણ પશ્ચિમ મોનસુન હવે પરત ખેંચાઈ રહ્યું છે. વરસાદી સિઝન પૂર્ણાહૂતિના તબક્કામાં છે ત્યારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ થયો હતો. બીજી બાજુ ભુજમાં આજે પારો ૪૧.૨ સુધી પહોંચ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ અરબી દરિયામાં લોપ્રેશરની Âસ્થતિ સર્જાઈ શકે છે જેથી માછીમારોને ૪૮ કલાક સુધી દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહી શકે છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ રહી શકે છે.