loader

Breaking News


Home > Gujarat > ગુજરાતી ભાષા બચાવવા માટે ધોરણ ૮ સુધી ફરજીયાત કરાશે


Foto

ગુજરાતી ભાષા બચાવવા માટે ધોરણ ૮ સુધી ફરજીયાત કરાશે

Feb. 10, 2018, 11:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં દિન પ્રતિદિન માતૃભાષા ગુજરાતીનું સ્તર કથળતું ગયું છે જેને અનુલક્ષીને રાજ્ય સરકરે ધોરણ ૮ સુધી ગુજરાતીને ફરજીયાત કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં અંગ્રેજી ભાષાના આક્રમણને લીધે લોકોમાં ગુજરાતી ભણવાનો અને શિખવાનો રસ ઓછો થઇ ગયો છે.ગુજરાત અને CBESC સહિત શાળોઓમાં ધોરણ 1થી 8માં ગુજરાતી વિષય ફરજિયાત કરવાના નિર્દેશ ગુજરાત સરકારે આપ્યાં છે.

આ અંગે વધુ માહિતી વિજય રૂપાણીએ શિક્ષણ વિભાગની ચિંતન શિબિરમાં આપી હતી. દરેક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં બીજા અથવા ત્રીજા વિષય તરીકે ગુજરાતી ભણાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં માતાપિતા પણ પોતાનાં બાળકો ગુજરાતીમાં નહી પરંતુ અંગ્રેજી માધ્યમમાં ભણે તેવો આગ્રહ રાખી રહ્યાં છે જેનાં પરિણામે ગુજરાતી ભાષા નામશેષ થતી જોવા મળી રહી છે જેને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.