loader

Breaking News


Home > National > SBI ના ગ્રાહકો હવે એટીએમ દ્વારા એક દિવસમાં ફક્ત 20 હજાર રૂપિયા જ ઉપાડી શકશે


Foto

SBI ના ગ્રાહકો હવે એટીએમ દ્વારા એક દિવસમાં ફક્ત 20 હજાર રૂપિયા જ ઉપાડી શકશે

Oct. 1, 2018, 2:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે ATM માંથી રોજ કાઢવામાં આવતાં મહત્તમ રૂપિયાને હવે અડધા કરી દીધાં છે. હવે એસબીઆઈ એટીએમમાંથી એક દિવસમાં ફક્ત 20 હજાર રૂપિયાની રકમ કાઢી શકાશે. અગાઉ આ મર્યાદા ચાલીસ હજાર રૂપિયાની હતી. એટીએમમાંથી રૂપિયા કાઢવાની આ મર્યાદા ફક્ત એસબીઆઈ ડેબિટ કાર્ડની ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડ કાઢવા માટે જ છે.

પોતાનાં આ પગલાંને ભારતીય સ્ટેટ બેન્કનું કહેવું છે કે આ એટીએમ દ્વારા છેતરપિંડીની વધતી ઘટનાઓને રોકવા અને ડિજિટલ ટ્રાન્જેક્શન તરફ લોકોને આગળ વધારવા માટે ઉઠાવવામાં આવ્યું છે. આગામી મહિનામાં આવતાં તહેવારોમાં એટીએમનો ઉપયોગ લોકો મોટાપ્રમાણમાં કરશે તે માટે છેતરપિંડીની ઘટનાઓ ના બને તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.