loader

Breaking News


Home > Gujarat > દેશભરનાં 15 શહેરોમાં એસબીઆઈ ગ્રીન મેરેથોન


Foto

દેશભરનાં 15 શહેરોમાં એસબીઆઈ ગ્રીન મેરેથોન

Sept. 21, 2018, 10:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દેશની સૌથી મોટી વાણિજ્યિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એસબીઆઈ ગ્રીન મેરેથોનની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. એસબીઆઇ ગ્રીન મેરેથોનની પ્રારંભિક એડિશનને નોંધપાત્ર સફળતા મળ્યાં પછી હવે બીજી સિઝન શરૂ કરાઇ છે. પોતાની બીજી એડિશનમાં આ મેગા ઇવેન્ટ દેશભરમાં ૧૫ જેટલા વિવિધ શહેરોમાં યોજાશે, જે પર્યાવરણ માટે ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.



એસબીઆઈ ગ્રુપ આગામી તા.૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૯નાં રોજ અમદાવાદમાં ૫,૦૦૦, ૧૦,૦૦૦, ૨૧,૦૦૦ મીટરની મેરેથોનનું આયોજન કરશે. આ ઇવેન્ટ ઝીરો-વેસ્ટ ઇવેન્ટ બનશે અને એમાં ૫૩૦૦ સહભાગીઓ સામેલ થશે એવી અપેક્ષા છે, જેઓ સ્વચ્છ અને પર્યાવરણ માટે અનુકૂળ વિશ્વનાં મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દોટ મૂકશે એમ એસબીઆઈનાં ડીએમડી અને સીએફઓ શ્રી પ્રશાંત કુમારે જણાવ્યું હતું. એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ એસબીઆઈ ગ્રીન મેરેથોન માટે હેલ્થ પાર્ટનર બનશે, જેમાં એસબીઆઈ લાઇફ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ્‌સ અને એસબીઆઈ કાડ્‌ર્સ આ માટે નોંધપાત્ર પ્રદાન પણ કરે છે. દેશનાં ૧૫ શહેરમાં ગ્રીન મેરેથોન આગામી તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ નવી દિલ્હીથી શરૂ થશે અને ત્યારબાદ લખનૌ, હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા, બેંગલોર, ત્રિવેન્દ્રમ, ગૌહાટી, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ચંદીગઢ, અમદાવાદ, પટણામાં યોજાશે. છેલ્લી મેરેથોન તા.૪ માર્ચ, ૨૦૧૯નાં રોજ જયપુરમાં યોજાશે. ચાલુ નાણાંકીય વર્ષની એસબીઆઈ ગ્રીન મેરેથોન માટે રન કેટેગરી ૫૦૦૦, ૧૦૦૦૦ અને ૨૧૦૦૦ મીટરની છે.