loader

Breaking News


Home > National > સંસદમાં બીલ પાસ, પાંચ બેન્કોનાં વિલયથી વિશ્વની ટોપ ૫૦ બેન્કોમાં સામેલ થશે SBI


Foto

સંસદમાં બીલ પાસ, પાંચ બેન્કોનાં વિલયથી વિશ્વની ટોપ ૫૦ બેન્કોમાં સામેલ થશે SBI

July 19, 2018, 9:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : SBI માં અન્ય પાંચ બેન્કોનાં વિલયને રાજ્યસભામાં મંજુરી મળી ગઈ છે. આ મર્જર સાથે હવે SBI સંપતિના હિસાબે દુનિયાની ટોપ ૫૦ બેંકોમાં સામેલ થઇ ગઈ છે. બેંકનું ટોટલ કસ્ટમર બેઝ હવે ૩૭ કરોડ થઇ ગયું છે.

રાજ્યસભામાં બીલને મંજુરી મળ્યા બાદ હવે SBI માં સ્ટેટ બેંક ઓફ બિકાનેર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ પતિયાલા, સ્ટેટ બેંક ઓફ મૈસુર અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ સમગ્ર રીતે સામેલ થઇ જશે. સરકારનો તર્ક એ છે કે આ વિલીનીકરણથી બેંકોનાં ખર્ચમાં ઘટાડો થશે તેમજ સંશાધનોનોના ઉપયોગને યુક્તિસંગત બનાવવામાં આવશે. દેશભરમાં એસબીઆઈનું બ્રાંચ નેટવર્ક ૨૪ હજારથી વધુ છે તેમજ બેંકનાં ATM ની સંખ્યા ૬૦ હજાર જેટલી છે.