loader

Breaking News


Home > National > SBI એ શરુ કરી નવી સુવિધા, ફેસબુક- ટ્વિટરથી મોકલી શકાશે નાણા


Foto

SBI એ શરુ કરી નવી સુવિધા, ફેસબુક- ટ્વિટરથી મોકલી શકાશે નાણા

July 7, 2018, 5:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પોતાના ગ્રાહકોને સારી અને ફાસ્ટ સવિર્સ આપવા માટે જાણીતી છે. આ અંતર્ગત એસબીઆઈએ એક શાનદાર સવિર્સ શરુ કરી છે, જેના દ્વારા તમે તમારા ફ્રેંડ્‌સને હવે ફેસબૂક અને ટ્વિટર દ્વારા પણ પૈસા ટ્રાંસફર કરી શકશો. આ તમે ની એપ દ્વારા કરી શકશો. આ સવિર્સથી તમે ફેસબૂક પેજ અને ટિંટર હેંડલ દ્વારા માત્ર પૈસા જ નહી પરંતુ બેલેંસ ચેક કરવા સહિત લાસ્ટ પાંચ ટ્રાંજેક્શનની પણ જાણકારી મેળવી શકશો. આના માટે તમારે આ એપ ડાઉનલોડ કરવી પડશે.

સોશિયલ મીડિયા દ્વારા બેંકિંગને સંભવ બનાવવા માટે ભારતીય સ્ટેટ બેંકે ‘એસબીઆઈ મિંગલ એપ’ લોન્ચ કરી છે. આ એસબીઆઈની સોસિયલ બેંકિંગ એપ છે. આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. આવી રીતે કરી શકાશે ઉપયોગ – આ એપનો ઉપયોગ શરુ કર્યા પહેલા તમારે રજિસ્ટર કરવાનું રહેશે. આના માટે જેવી તમે એપ શરુ કરશો, તેમાં યૂઝરનું ઓપ્શન આવશે. આના પર તમારે ક્લિક કરી તમારે તમારી ડિટેલ રજિસ્ટર કરવાની રહેશે. ત્યારબાદ ‘કનટીન્યુ વીથ ફેસબૂક’ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. બીજુ સ્ટેપ – આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે તમારા ફેસબૂક યૂઝર નેમ અને પાસવર્ડથી લોગ ઈન કરવાનું રહેશે. જેવા તમે આગળ વધશો, તો તમને તમારા એસબીઆઈ ડેબિટ કાર્ડની ડિટેલ માંગવામાં આવશે. ત્યારબાદ, તેને વેલિડેટ કરતા જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેંક તરફથી ઓટીપી મોકલવામાં આવશે.