loader

Breaking News


Home > National > SCએ દિલ્હીને લઇને આપ્યો ઐતિહાસિક નિર્ણય, કહ્યુ LG પાસે નિર્ણય લેવાનો સ્વતંત્ર અધિકાર નહી


Foto

SCએ દિલ્હીને લઇને આપ્યો ઐતિહાસિક નિર્ણય, કહ્યુ LG પાસે નિર્ણય લેવાનો સ્વતંત્ર અધિકાર નહી

July 4, 2018, 11:17 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતની રાજધાની દિલ્હીની કમાન કોના હાથમાં રહેશે તેનો એક ઐતિહાસિક નિર્ણય સુપ્રિમ કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે, LG દિલ્હીમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર નથી, તેણે કેબિનેટની સલાહ અનુસાર કામ કરવાનું રહેશે.



છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં કોણ કરશે રાજ તે સવાલ મોટો બન્યો હતો. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલી અધિકારોની જંગમાં દિલ્હીની જનતા પીસાઇ રહી હતી. કોની પાસે સત્તા અને કોણ કરશે રાજ તે મુદ્દે બંન્ને વચ્ચે ભારે માથાપીંચી થઇ ચુકી છે. આ પહેલા હાઇકોર્ટે આ મુદ્દે ઉપરાજ્યપાલનાં પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી કેજરીવાલને સુપ્રિમ કોર્ટમાં જવાની ફરજ પડી હતી. આજે આ મુદ્દે સુપ્રિમ કોર્ટે LGને કેબિનેટની સલાહ અનુસાર કામ કરવાનો નિર્ણય આપ્યો છે. તદઉપરાંત સુપ્રિમ કોર્ટે કહ્યુ કે, દિલ્હીમાં કોઇપણ પ્રકારની અરાજકતાને સ્થાન નથી, સરકાર અને ઉપરાજ્યપાલે સાથે મળીને કામ કરવું જોઇએ. વધુમાં કહ્યુ કે, દિલ્હીની સ્થિતિ અન્ય કેન્દ્ર શાસિત રાજ્યો અને પૂર્ણ રાજ્યોથી અલગ છે, જેથી દરેકે સાથે મળીને કામ કરવુ જોઇએ. કહી શકાય કે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી જુબાની જંગમાં આખરે સુપ્રિમ કોર્ટે પૂર્ણ વિરામ મુકતા દિલ્હીની જનતાએ રાહતનો સ્વાસ લીધો.