loader

Breaking News


Home > National > SC/ST એક્ટ સંશોધન બિલ પર આગળ વધી સરકાર, લોકસભામાં આજે થશે ચર્ચા


Foto

SC/ST એક્ટ સંશોધન બિલ પર આગળ વધી સરકાર, લોકસભામાં આજે થશે ચર્ચા

Aug. 6, 2018, 10:12 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંસદમાં મોન્સુન સત્રમાં ઘણાં મુદ્દાઓ પર વિપક્ષનો હોબાળો ચાલુ છે ત્યારે સરકાર પ્રયત્ન કરી રહી છે કે મહત્વપૂર્ણ બિલોને પાસ કરવામાં આવે જેને લઈને લોકસભા અને રાજ્યસભામાં મહત્વપૂર્ણ બિલ મુકવામાં આવશે. જેમાં સૌથી મહત્વપૂર્ણ બિલ SC/ST એક્ટ સંશોધન બિલ છે.

SC/ST એક્ટ પર દલિત - આદિવાસી સમાજની નારાજગી વહોરી ચૂકેલ મોદી સરકારે આ પગલું ભર્યું છે. સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ એક્ટમાં જે ફેરફાર થયો ત્યારબાદ દેશમાં દલિતો - આદિવાસીની જે નારાજગી સામે આવી તેને લઈને સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. હવે સરકાર આ એક્ટ લાવીને તેની ભરપાઈ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે આ તે જ બીલ છે જેને કારણે SC/ST એક્ટ તેના મૂળ સ્વરૂપમાં આવી જશે.

અહી જણાવી દઈએ કે આ વર્ષે ૨૧ માર્ચે સુપ્રિમ કોર્ટે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ મુજબ દાખલ થયેલા મામલાઓમાં તાત્કાલિક ધરપકડ પર રોક લગાવી દીધી હતી તેમજ સરકારી કર્મચારીઓની ધરપકડ ફક્ત સક્ષમ ઓથોરીટીની મંજુરી બાદ જ થઇ શકે છે તેમ જણાવ્યું હતું.