loader

Breaking News


Home > Gujarat > SC-ST Act : જીગ્નેશ મેવાણી અને RDAM દ્વારા 2 એપ્રિલના રોજ ભારત બંધનાં એલાનને ખુલ્લુ સમર્થન


Foto

SC-ST Act : જીગ્નેશ મેવાણી અને RDAM દ્વારા 2 એપ્રિલના રોજ ભારત બંધનાં એલાનને ખુલ્લુ સમર્થન

March 30, 2018, 5:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : એસ.સી, એસ.ટી એટ્રોસિટી એક્ટને લઇને સુપ્રિમ કોર્ટ દ્વારા લેવામાં આવેલા જજમેંટનાં વિરોધમાં 2 એપ્રિલનાં રોજ સામાજીક આગેવાનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેનો વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને RDAM દ્વારા ખુલ્લુ સમર્થન આપવાની વાત સામે આવી છે.




સુપ્રિમ કોર્ટનાં એટ્રોસિટી એક્ટને લઇને લેવામાં આવેલા નિર્ણય પર સમગ્ર દેશભરમાં નારાજગીનો માહોલ દેખાઇ રહ્યો છે. આ મામલે સામાજીક સંસ્થાઓ દ્વારા 2 એપ્રિલનાં રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યુ છે. આ મામલે બનાસકાંઠામાં યોજાયેલી સભામાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતુ કે, મારા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તરફથી આ ભારત બંધનાં એલાનને સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવે છે.

આ ઉપરાંત સુપ્રિમ કોર્ટનાં નિર્ણય સામે આગળ કઇ રીતે કાર્યવાહી કરી શકાય તે માટે અમદાવાદમાં સુપ્રિમ કોર્ટનાં નિવૃત જજની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવેલુ છે. જેમાં આ નિર્ણયની વિરુદ્ધ શું કરી શકાય તે અંગેની રણનીતિ બનાવવામાં આવશે.