loader

Breaking News


Home > National > SC - ST એક્ટમાં થશે સુધારો, કેબિનેટે આપી મંજૂરી


Foto

SC - ST એક્ટમાં થશે સુધારો, કેબિનેટે આપી મંજૂરી

Aug. 2, 2018, 3:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેબિનેટે આજે દલિતોને કોઇપણ પ્રકારના અત્યાચારથી બચાવવા માટે જોગવાઈઓને મંજુરી આપતા બિલને રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. એસસી અને એસટી એક્ટમાં જોગવાઈઓ માટે આ સત્રમાં જ બિલ રજૂ કરવામાં આવશે. સુત્રોએ કહ્યું છે કે, આ બિલને વર્તમાન સત્રમાં રજૂ કરવામાં આવનાર છે.

દલિત સંગઠન અને સરકારની સાથી પાર્ટી એલજેપીના દબાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રોની વાત માનવામાં આવે તો મોદીએ મંત્રીમંડળને આ જોગવાઈમાં કોઇપણ ફેરફાર ન કરવા માટે આદેશ કર્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદા હેઠળ યોગ્ય તપાસ બાદ જ આરોપીઓની ધરપકડ કરવા માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ દલિતો હિતોની સુરક્ષાને લઇને ચર્ચા શરૂ થઇ હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં બીજી એપ્રિલના દિવસે દશભરમાં દલિત સંગઠનોએ વ્યાપક આંદોલન કર્યા હતા. આંદોલન એટલું ઉગ્ર બન્યું હતું કે, સરકારને આ મામલામાં વટહુકમ લાવવાની ફરજ પડી હતી. દલિત સંગઠનોએ સરકારને ચેતવણી આપી હતી કે, તેમની માંગ માનવામાં નહીં આવે તો ૯મી ઓગસ્ટના દિવસે ફરી એકવાર આંદોલન માટે માર્ગો ઉપર ઉતારવામાં આવશે.