loader

Breaking News


Home > National > MPમાં યુવાઓનાં છાતી પર લખાયુ SC અને ST, રાહુલે કરી ટ્વીટ સરકારની કરી આલોચના


Foto

MPમાં યુવાઓનાં છાતી પર લખાયુ SC અને ST, રાહુલે કરી ટ્વીટ સરકારની કરી આલોચના

May 1, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : માનવમિત્ર, નવી દિલ્હી : દેશને શરમમાં મુકતી એક મધ્ય પ્રદેશની ઘટના સામે આવી છે. જેમાં યુવાઓની છાતી પર તેમની જાતિ વિશે લખતા હોબાળો થયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આ ઘટના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.



રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યુ કે, બીજેપી સરકારનાં જાતિવાદી વલણે દેશની છાતી પર ખંજર માર્યુ છે. એમપીનાં યુવાઓની છાતી પર એસસી એસટી લખીને દેશનાં બંધારણ પર હુમલો કર્યો છે. રાહુલે વધુમાં લખ્યુ કે, આ બીજેપી/આરએસએસની વિચારધારા છે. આ વિચારધારા ક્યારેક દલિતોનાં ગળામાં હાંડી ટંગાડવતી હતી, શરીરમાં ઝાડું બંધાવતી હતી, મંદિરમાં ઘુસવા નથી દેતી. અમે આ વિચારધારાને હરાવીશું. રાહુલ ગાંધીએ એસસી અને એસટીનાં સમર્થનમાં આવી મોદી વિરુદ્ધ એક જંગનું એલાન કર્યુ હોય તેવુ સુત્રો દ્વારા જાણવા મળેલ છે. એસસી અને એસટી એમ જાતિસુચક શબ્દોનું ઉલ્લેખ આ રીતે કરતા લોકોની માનસિકતા સ્પષ્ટપણે દેખાઇ રહી છે.