loader

Breaking News


Home > Gujarat > જીએનએફસીમાંથી કેમિકલ ચોરીને અમદાવાદમાં વેચવાનું કૌભાંડ


Foto

જીએનએફસીમાંથી કેમિકલ ચોરીને અમદાવાદમાં વેચવાનું કૌભાંડ

July 30, 2018, 11:33 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ભરૂચની જીએનએફસીમાંથી કેમિકલ ભરીને ખંભાત પહોચાડવાની જગ્યાએ અમદાવાદનાં રામોલમાં આવાલા શ્રીરામ એસ્ટેટમાં ટ્રેક્ટર લાવીને કેમિકલ ચોરીનાં કૌભાંડનો પર્દાફાશ અમદવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે જ્યારે કેમિકલ મંગાવનાર અને ભરાવનાર આરોપીને ઝડપવા તજવીજ શરૂ કરી છે.



અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચનાં પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને તેમની ટીમને બાતમી મળતી હતી કે રામોલમાં આવેલા શ્રીરામ એસ્ટેટમાં કેમિકલનું ટ્રેક્ટર લાવીને ચોરી કરવામાં આવી રહી છે, જેના આધારે પોલીસે શ્રીરામ એસ્ટેટમાં દરોડા પડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ટેક્રરનાં ડ્રાઈવર ફૂલચંદ પાલ અને એક સગીરને ઝડપી લીધા હતા. આરોપી ફૂલચંદને કેમિકલ ભરેલુ ટ્રેક્ટર ભરૂચની જીએનએફસી કંપનીમાંથી ખંભાત પહોચાડવાનું હતુ, પરંતુ કેમિકલ વેચવા માટે તે અમદાવાદ ખાતે લઇ આવ્યો હતો. જિતેન્દ્ર પટેલને ફૂલચંદ આ કેમિકલ વેચવાનો હોઇ તેણે સગીરને શ્રીરામ એસ્ટેટ ખાતે કેમિકલ લેવા મોકલ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એક કેમિકલ ભરેલું ડ્રમ, બે ભરેલા કેરબા, ત્રણ ખાલી કેરબા અને ચાર ખાલી ડ્રમ કબજે કર્યા હતા. ટ્રેક્ટરમાં પાઈપ લગાવીને ડ્રમ તથા કેરબામાં કેમિકલ ભરવામાં આવતું હતુ.