loader

Breaking News


Home > Gujarat > બાળકોને સ્કૂલ પ્રવેશ મામલે સ્કૂલોની લુખ્ખી દાદાગીરી, વાલીઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યાં


Foto

બાળકોને સ્કૂલ પ્રવેશ મામલે સ્કૂલોની લુખ્ખી દાદાગીરી, વાલીઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યાં

June 28, 2018, 5:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ શહેરની સીબીએસસી બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલો દ્વારા બાળકોને સ્કૂલમાં નહિ પ્રવેશ આપવાને મામલે છેલ્લાં કેટલાય સમયથી વાલીઓ આ મુદ્દે ઝુંબેશ ચલાવી રહ્યાં છે જેનાં ભાગરૂપે આજે અંદાજે 50 જેટલાં વાલીઓએ વડાપ્રધાન મોદીને અમારા બાળકોને સ્કૂલમાં પ્રવેશ કરાવી દો તેવી રજુઆત સાથે અમદાવાદની થલતેજ વિસ્તારની ઉદ્દગમ, ઝીબાર તથા સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલનાં આશરે 50 જેટલાં વાલીઓએ ભેગા થઈને વડાપ્રધાનને પત્ર લખ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે તમે અમારા બાળકોને શાળામાં પ્રવેશ અપાવીને તમારો ભાઇધર્મ નિભાવો અથવા અમારી રાખડી પાછી મોકલો, જેનાથી તમે આપેલું વચન એળે ના જાય. આ જોકે પરિપત્ર સ્કૂલ માફિયાઓ સ્વીકારતાં નથી જેનાથી એવું કહી શકાય કે ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ થઇ ગયું છે.

બાળકોનાં સ્કૂલ પ્રવેશ મુદ્દે ડીપીઈઓએ તમામ સ્કૂલોને પત્ર પાઠવ્યો હતો તો તેની સામે ઉદ્દગમ સ્કૂલે એડમિશન નહીં આપવાનો ધમકીભર્યો પત્ર લખ્યો છે તેવો વાલીઓએ આક્ષેપ કર્યો હતો.જેને કારણે ઉશ્કેરાયેલાં વાલીઓએ આજે વડાપ્રધાનને આ મુદ્દે અરજ કરતાં પોસ્ટકાર્ડ લખ્યાં હતાં.