loader

Breaking News


Home > National > દિલ્હીમાં શાળાની મનમાની, ફી નહી ભરવાને કારણે 5 કલાક સુધી બાળકીઓને બનાવી બંધક


Foto

દિલ્હીમાં શાળાની મનમાની, ફી નહી ભરવાને કારણે 5 કલાક સુધી બાળકીઓને બનાવી બંધક

July 11, 2018, 1:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. અહી એક સ્કુલમાં ૫૦ બાળકીઓને એટલા માટે બેઝમેંટમાં કેદ રાખવામાં આવી હતી કે તેમનાં વાલીઓએ ફી ભરી નહોતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ શાળામાં બાળકીઓને ૪.૫ થી ૫ કલાક સુધી કેદ રાખવામાં આવી હતી. આ મુદ્દો દિલ્હીનાં ચાંદની ચોક વિસ્તારની રાબીયા ગર્લ્સ પબ્લિક સ્કૂલનો છે.

રીપોર્ટ મુજબ વાલીઓનો આરોપ છે કે બાળકીઓને સવારે ૭ : ૩૦ વાગ્યાથી જ સ્કુલનાં બેઝમેન્ટમાં રાખવામાં આવી હતી. શાળા છૂટ્યા સમયે જયારે બાળકીઓ બહાર નાં નીકળી ત્યારે વાલીઓને તેની માહિતી મળી હતી. વાલીઓએ આરોપ લગાવ્યો છે બાળકીઓને પાંચ કલાકથી કંઈ ખાવા - પીવાનું પણ નહોતું આપવામાં આવ્યું. વાલીઓએ હંગામો કરતા તેમને જણાવવામાં આવ્યું હતું કે બાળકીઓને બેઝમેન્ટમાં બંધ કરી દેવામાં આવી છે તેમજ તેમની ગેરહાજરી પૂરી દેવાઈ છે કેમ કે સ્કુલ મેનેજમેન્ટને તેમની ફી પ્રાપ્ત થઇ નથી.