loader

Breaking News


Home > Gujarat > વાલીઓને ફી ભરવા શાળાઓએ નોટીસ મોકલી, સુપ્રીમનાં ચુકાદા બાદ જ વાલીઓ ભરશે ફી


Foto

વાલીઓને ફી ભરવા શાળાઓએ નોટીસ મોકલી, સુપ્રીમનાં ચુકાદા બાદ જ વાલીઓ ભરશે ફી

Feb. 8, 2018, 12:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં ઘણાં સમયથી ખાનગી શાળાઓની તોતિંગ ફીને લઈને માથાકૂટ ચાલી રહી છે ત્યારે હવે શાળાઓએ વાલીઓને બાકીં રહેલી ફી ભરવા નોટીસ મોકલતા ભારે હોબાળો મચી ગયો છે. અમદાવાદની શાળાઓએ નોટીસ મોકલીને ૧૫ ફેબ્રુઆરી સુધી ફી ભરી જવા માટે વાલીઓને અનુરોધ કર્યો છે. જો કે સરકારની ફી સમીક્ષા સમિતિ સમક્ષ શાળાઓએ ૨૮ ફેબ્રુઆરી સુધી પોતાની પ્રોવિઝનલ ફીની વિગત જમા કરાવવાની રહેશે ત્યારબાદ તેના આધારે સુપ્રીમ કોર્ટ ફી નક્કી કરશે તે રીતે શાળાઓને ફી લેવી પડશે પરંતુ એ પ્રકિયા શરુ થઇ જ નથી તે પહેલાં શાળાઓએ ફી માટે નોટીસ મોકલી દીધી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત હાઈકોર્ટે શાળા ફી નિયમન કાયદા પર ચુકાદો આપ્યો હતો જેમાં વાલીઓ નો વિજય થયો હતો. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે ફી અધિનિયમન સમિતિ બંધારણીય છે અને તેમાં બંધારણીય કાયદાનું કોઈ હનન થતું નથી. ખાનગી શાળાઓની વધતી જતી ફી ને કાબુમાં રાખવા અને વાલીઓને રાહત આપવા માટે રાજ્ય સરકારે ફી નિયમન અંગે કાયદો બનાવ્યો હતો. વિવિધ શાળા સંચાલકોએ આ કાયદાની સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.