loader

Breaking News


Home > Gujarat > નિવૃત કર્મચારીઓનું ઘરડાઘર બન્યું સચિવાલય


Foto

નિવૃત કર્મચારીઓનું ઘરડાઘર બન્યું સચિવાલય

Aug. 1, 2018, 3:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતના ભાજપનાં ૨૨ વર્ષનાં શાસનમાં શિક્ષકોથી લઈને પોલીસો, નર્સ, ક્લાર્ક, પટાવાળાને પણ ૫ વર્ષ ફિક્સ પગારે નોકરી આપી હતી. પણ સચિવાલય અને અન્ય નિગમો, કોર્પોરેટરોમાં હવે રિટાયર્ડ થયેલાંનું ઘરડાઘર બનવા માંડ્યું છે. સચિવાલયમાં રિટાયર્ડ થઈ ગયા બાદ ૨ થી ૫ વર્ષ સુધી ચિપકી રહેલા આ બાબુઓને કારણે તથા સરકારનાં મોટાભાગની કચેરીઓમાં રિટાયર્ડ થયા બાદ જાણે આજીવન રહેણાં કરી દીધું હોય તેમ અબ ભી મેં જવાનું હું જેમ રીટાયર્ડ ને આ ભાજપ સરકારે સાચવી રાખ્યા છે.

રિટાયર્ડ થયા બાદ સારું એવું પેન્શન, ગ્રેજ્યુઈટી, ફંડથી લઈને અનેક તોતીંગ રકમ આપવા છતાં સરકારમાં પાછલા બારણે ઓળખાણની ખાણમાંથી ક્યાંથી મોટા માથાઓના કોલ કરાવીને ૧ વર્ષથી ૨ વર્ષ એડિટેન્ટશન મેળવી લેતા હોય છે. આજે દેશમાં ભણતરમાં યુવાનો આગળ આવ્યા છે. તો તેની સામે બેરોજગારીનો પ્રશ્ન પણ ઊભો છે ત્યારે વર્ષોથી પેધીં પડેલા અને યુવાનોની રોજગારી આના કારણે છતાં સચિવાલયમાં આંટા ફેરા અને રીટાયર્ડ બાદ પણ નોકરીમાં ચિપકી રહેવા ઓળખાણોના છેડાં અડાડતા હોય છે ત્યારે આઈપીએસથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ એક્ષટેન્શન આપીને સચિવાલયને ઘરડાઘર બનાવી દીધાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

કચેરી વિભાગોમાં રીટાયર્ડ થયા બાદ આ કચેરીમાં એક્ષટેન્શન લઈને બાબુઓ મોજ કરી રહ્યાં છે ત્યારે યુવાનોને રોજગારી મળતી નથી. અને રીટાયર્ડ થયેલ કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખતાં આજના યુવાનો બેકારીનો સ્ત્રોત દિવસે દિવસે વધતો જાય છે. આને કારણે પ્રમોશનથી લઈને અનેક કારણો ઊભા થયા છે. રીટાયર્ડ કર્મચારીને અટકી જતાં હોય છે ત્યારે લોકમાંગણી પણ ઉઠવા પામી છે કે રીટાયર્ડ થયા બાદ એક્ષટેન્શન ન આપીને ફિક્સ પગારમાં નવયુવાનોને કેમ ન લેવા. આજના નવયુવાનો કોમ્પ્યુટરથી લઈને તમામ સ્કીલનાં જાણકાર છે. ત્યારે વર્ષોથી સચિવાલયમાં ખાઈ પીધેલાં અને વારંવાર એક્ષટેન્શન લઈને ઘરડાઘર એવું સચિવાલય ન છોડવા માંગતા હોય તેવા કર્મચારીઓને સરકારે રુકસત આપીને નવયુવાનોને ફિક્સ પગારમાં નોકરી પર રાખવામાં આવે તોયે તેમું ગાડું ગબડી પડે તેમ છે. ત્યારે સચિવાલયનો માટે ભાગની કચેરીઓમાં દર વર્ષે હજારો કર્મચારીઓ રીટાયર્ડ થાય છે અને રીટાયર્ડ બાદ જે પગાર કર્મચારીઓનો હોય તે પગારના ૨૦ ટકા પ્રમાણે કર્મચારીને ૨૦ હજારથી વધારે પેન્શન આપતું હોવાથી નોકરી અને રોજગારીની નવયુવાનોની નોકરી ઉપર રીટાયર્ડ કર્મચારીઓની તરાપ પડી છે.

આ ઉપરાંત ર વર્ષે રીટાયર્ડ કર્મચારીઓ થાય છે તેના કરતં મોટી સંખ્યાંમાં યુવાનો દર વર્ષે ગ્રેજ્યુએટ થાય છે. આજના યુવાનોમાં ટેલેન્ટ અને કોમ્પ્યુટર સ્કીલ કામ કરવાની ક્ષમતા, જેવાં તમામ ગુણ હોવા છતાં યુવાનોને ચાન્સ આપવામાં આવતો નથી. અને રીટાયર્ડ કર્મચારીથી તંત્રનું ગાડુ ગબડી જતાં સરકારી કામોમાં જે નિષ્ણાંત ઝડપી આવી જાઈએ તે આવતી નથી. ભારત દેશનાં વડાપ્રધાન મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે ઈન્ટરનેટથી લઈને ફાસ્ટ યુગમાં કદમ સે કદમ વધારવાની ચર્ચા કરે છે અને ઓનલાઈનની જે વર્કની વાતો થાય છે શું આપણાં ગુજરાતમાં ઓનલાઈન મોટાભાગને ઓનલાઈનથી લઈને અનેક ાકમોમાં નિપુણતા છે જે નહીં ત્યારે આજે પણ સચિવાલયનાં પત્રો કચેરીમાં જતાં અને વંચાણે લેતા ૧ મહિનો થઈ જાય છે. કામ કશું કરવાનું નહીં અને મોજે મોજ કરવની ત્યારે રીટાયર્ડ થયેલ કર્મચારીઓને પેન્શન આપવું યુવાનોને જા રોજગારના ભાગરુપે ફિક્સ પગારે સચિવાલયમાં નોકરી આપવામાં આવે તો કામોમાં ઝડપતાં અને બેરોજગારોને રોજગારી મળી શકે તેમ છેત જેથી સચિવાલયમાં બનેલાં ઘરડાઘરમાંથી ઘરડાઓને આરામથી ઘરે બેસાડીને પેન્શન ખાવા દો અને નવયુવાનોને રોજગાર આપો.