loader

Breaking News


Home > Gujarat > MLA જીગ્નેશ મેવાણીની સુરક્ષા અંગે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીને આવેદનપત્ર પાઠવાયું


Foto

MLA જીગ્નેશ મેવાણીની સુરક્ષા અંગે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીને આવેદનપત્ર પાઠવાયું

June 12, 2018, 4:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વારંવાર મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે ત્યારે દલિત કર્મશીલોએ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેઓએ રાજ્ય સરકાર પાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગત તારીખ 6 થી 8 જૂન સુધી ગેંગસ્ટર રવિ પૂજારી અને અન્ય લોકો દ્વારા જીગ્નેશ મેવાણીને મેસેજ અને ફોન કોલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પરંતુ દુઃખની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારનું વલણ નિરાશાજનક અને બેફિકરાઈ ભરેલું જોવા મળ્યું છે.

આ અંગે દલિત કર્મશીલોએ પરેશ ધાનાણીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જીગ્નેશ મેવાણી અને તેમના પરિવારજનો તથા વંચિતોના અધિકારો માટે લડતાં કર્મશીલોની સુરક્ષાનું ન્યાયોચિત્ત પરીક્ષણ કરવામાં આવે અને જીગ્નેશ મેવાણીની સુરક્ષા ગંભીરતા અનુસાર અપગ્રેડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

વધુમાં આવેદનપત્રમાં થાનગઢ હત્યાકાંડના સાક્ષીઓને રક્ષણ આપવામાં આવે તે માટેની કાર્યવાહી કરવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.