loader

Breaking News


Home > Bollywood > પ્રભાસને ઇમ્પ્રેશ કરવા શ્રધ્ધાએ તેની બધી જ સાઉથની ફિલ્મો જોઇ


Foto

પ્રભાસને ઇમ્પ્રેશ કરવા શ્રધ્ધાએ તેની બધી જ સાઉથની ફિલ્મો જોઇ

July 21, 2018, 11:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બાહુબલિ-૨ની રેકોર્ડ બ્રેક સફળતા પછી હવે બધાની આંખો પ્રભાસની આવનાર પ્રોજેક્ટ સાહો પર મંડાઈ છે. આ ફિલ્મ અત્યારથી જ ચર્ચામાં બની છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં દેખાશે.




અગાઉ આ ફિલ્મમાં પણ પ્રભાસ સાથે અનુષ્કા શેટ્ટી હોવાની ચર્ચા હતી પરંતુ અનુષ્કાનાં વજનને કારણે તેણે આ ફિલ્મ ગુમાવવી પડી હતી અને શ્રદ્ધાની ઝોળીમાં ફિલ્મ આવીને પડી હતી. શ્રદ્ધા કપૂર સોશિયલ મિડીયા પર આ પ્રોજેક્ટને લઈને કેટલી ઉત્સુક છે તે અવારનવાર જતાવતી રહે છે. બોલિવુડ લાઈફ વેબસાઈટનાં સૂત્રોનાં જણાવ્યાં મુજબ શ્રદ્ધા બાહુબલિ પ્રભાસને સેટ પર ઈમ્પ્રેસ કરવાનાં પ્રયત્નો કરી રહી છે. પ્રભાસને ઈમ્પ્રેસ કરવા શ્રદ્ધાએ પ્રભાસની બધી જ સાઉથની ફિલ્મો જોઈ લીધી હતી. શ્રદ્ધાએ સેટ પર પહોંચતા સાથે જ પ્રભાસ સાથે તેની જૂની સાઉથની ફિલ્મો અંગે વાત કરીને તેને આશ્ચર્યમાં નાંખી દીધો હતો. સૂત્રોનાં જણાવ્યાં મુજબ શ્રદ્ધા પ્રભાસને ઈમ્પ્રેસ કરવાનો એક મોકો જતો નથી કરતી. રિપોટ્‌ર્સ મુજબ શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. એક કેરેક્ટર બિન્દાસ અને એડવેન્ચરસ હશે જ્યારે બીજુ કેરેક્ટર શાંત અને શરમાળ હશે. સાહોમાં સ્ટંન્ટ માટે શ્રદ્ધા હાલમાં જોરદાર તાલીમ લઈ રહી છે. આ ફિલ્મમાં શ્રદ્ધા પ્રભાસની સાથો સાથ જુદા જુદા સ્ટંન્ટ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને પ્રભાસ ઉપરાંત નીલ નીતિન મુકેશ, મહેશ માંજરેકર, મંદિરા બેદી, જેકી શ્રોફ અને ચંકી પાંડે પણ હશે. સુજિત આ ફિલ્મ ડિરેક્ટ કરશે. આ ફિલ્મ ૨૦૧૮માં રીલીઝ થવા જઈ રહી છે. અત્યારથી જ પ્રભાસ અને શ્રદ્ધાની જોડી ઘણી ચર્ચામાં બની રહી છે.