loader

Breaking News


Home > Bollywood > ગજેંન્દ્ર ચૌહાણની જગ્યા લેશે અનુપમ ખૈર, FTIIનાં અધ્યક્ષ પદ માટે પસંદગી


Foto

ગજેંન્દ્ર ચૌહાણની જગ્યા લેશે અનુપમ ખૈર, FTIIનાં અધ્યક્ષ પદ માટે પસંદગી

Oct. 11, 2017, 4:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : અનુપમ ખૈરની ફિલ્મ અને ટેલીવિઝન ઇંસ્ટીટ્યૂટનાં નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. અનુપમ ખૈરની ગજેન્દ્ર ચૌહાણની જગ્યાએ અધ્યક્ષ પદ માટે પસંદગી કરવામાં આવી છે. આ બાબતે ગજેન્દ્રએ જણાવ્યું હતુ કે, મને આ પદમાંથી હટાવવામાં આવ્યો નથી. તેમનો કાર્યકાળ માર્ચમાં જ પૂરો થઇ ગયો હતો. નોંધપાત્ર રીતે, ગજેન્દ્ર ચૌહાણને 2015 માં એફટીઆઇઆઇના ચેરમેન બનાવવામાં આવ્યાં હતા, ત્યારે કેંપસમાં ઘણો વિરોધ પ્રદર્શન ચાલતો હતો. તે સમયે બીજેપી સરકારે તેમને હટાવવાની સ્પષ્ટ મનાઇ કરી હતી.



કેંપસમાં ચાલતો વિરોધ વિદ્યાર્થીઓએ 139 દિવસ સુધી ચાલાવ્યો હતો. જેમાં ઘણાએ તો અનશન પણ કર્યા હતા. ગજેન્દ્રની ઘણી આલોચના તેમના બહાર રહેવાને લઇને પણ થઇ હતી. તેટલું જ નહી પરંતુ ફિલ્મી દુનિયાનાં લોકોએ પણ ગજેન્દ્રની યોગ્યતાને લઇને સવાલો ઉઠાવ્યાં હતા. તે સમયે વિદ્યાર્થીઓએ દિલ્હીથી લઇને જંતર-મંતર સુધી વિરોધ પ્રદર્શન કર્યા હતા પરંતુ સરકારે પોતાનો નિર્ણય પાંછો ખેચ્યો ન હતો. જો કે ગજેન્દ્રનો આ 3 વર્ષનો કાર્યકાળ ખુબ જ વિરોધ પ્રદર્શન સાથે નીકળ્યો છે અને હવે તે પદ  માટે અનુપમ ખૈરની પસંદગી કરવામાં આવી છે.

હાર્દિક શાહ