loader

Breaking News


Home > National > સપ્ટેમ્બર મહિનાથી શરુ થશે સેમી હાઈસ્પીડ ટ્રેન, મળશે WiFi સેવા


Foto

સપ્ટેમ્બર મહિનાથી શરુ થશે સેમી હાઈસ્પીડ ટ્રેન, મળશે WiFi સેવા

July 7, 2018, 12:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ટ્રેન ૧૮ નામના કોડથી ઓળખાનારી સેમી હાઈ - સ્પીડ ટ્રેનનું દેશમાં સંચાલન સપ્ટેમબરથી થઇ શકે છે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ચેન્નાઈનાં ઇંટગ્રલ કોચ ફેક્ટરીમાં બનેલા આ ટ્રેનની સ્પીડ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાક હશે.સેમી-હાઇસ્પીડ ટ્રેન જુલાઇ મહિનાથી શરૂ થવાની હતી પરંતુ હવે તે સપ્ટેમ્બરથી શરૂ થશે. જ્યારે વિલંબના કારણો પૂછવામાં આવ્યાં ત્યારે આઈસીએફ ચેન્નઈના જનરલ મેનેજર સુધાંશુ મણિએ જણાવ્યું હતું કે વિલંબ થયો નથી, પરંતુ સમય બદલવામાં આવ્યો છે.

વધુમાં મણિએ કહ્યું, "ટ્રેનની શરૂઆતમાં કોઈ વિલંબ થયો નથી. આ ટ્રેન 16 મહિનાનાં રેકોર્ડ સમયમાં બની છે. સામાન્ય રીતે આવી ટ્રેન બનાવવા માટે બે થી ત્રણ વર્ષ લાગે છે. આ ટ્રેન જુલાઇમાં શરુ થશે તેમ માનવામાં આવતું હતું પણ હવે તે સપ્ટેમ્બરથી શરુ થશે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા પણ નજરે લેવામાં આવી છે. ટ્રેનમાં ઓટોમેટીક દરવાજા સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાઇફાઇ અને મનોરંજન જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.