loader

Breaking News


Home > National > વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુરુદાસ કામતનું ૬૩ વર્ષની ઉંમરે નિધન


Foto

વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુરુદાસ કામતનું ૬૩ વર્ષની ઉંમરે નિધન

Aug. 22, 2018, 10:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુરુદાસ કામતનું નિધન થઇ ગયું છે. ગુરુદાસ કામત ૬૩ વર્ષનાં હતા. એક મીડિયા રીપોર્ટસ અનુસાર ગુરુદાસ કામતે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુદાસ કામત ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારી રહી ચુક્યા છે.

ગુરુદાસ કામત યુપીએ સરકારમાં વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી કેન્દ્રીય રાજ્યમંત્રી રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ વર્ષ ૨૦૧૪ સુધી સાંસદ પણ હતા. કોંગ્રેસ નેતા કામત પક્ષની વર્કિંગ કમિટીના મેમ્બર પણ હતા. ગુરુદાસ કામતનાં નિધન પર કોંગ્રેસનાં નેતાઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગુરુદાસ કામતનાં નિધન પર કોંગ્રેસ મહાસચિવ અને રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ ટ્વીટ કરીને લખ્યું હતું કે પાર્ટી માટે આ નુકશાન છે. તેઓએ લખ્યું હતું કે વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુરુદાસ કામતનાં અચાનક નિધનનાં સમાચાર સાંભળી ઘણું દુઃખ થયું. તેમનાં પરિવારનાં સભ્યો પ્રતિ મને સંવેદના છે. ભગવાન આ નુકશાનને સહન કરવા માટે તેમને શક્તિ આપે. તેમની આત્માને શાંતિ મળે.