loader

Breaking News


Home > Bollywood > બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે દિગ્ગજ નેતા નસીરુદ્દીન શાહે આપી આ પ્રતિક્રિયા


Foto

બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે દિગ્ગજ નેતા નસીરુદ્દીન શાહે આપી આ પ્રતિક્રિયા

April 24, 2018, 5:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલીવુડનાં દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે સમાજમાં ચાલી રહેલા નિમ્ન વિચારોની આલોચના કરી હતી. તેમણે કહ્યું કે, આપણે એક એવા સમાજમાં જીવી રહ્યા છીએ જે અજીબ અને ભયાનક સ્થિતિથી નીકળી રહ્યો છે, જેમાં દુષ્કર્મ કરનાર દોષીની જગ્યાએ તેનો ભોગ બનનારને શરમનાં પડદા પાછળ રહેવુ પડે છે. શાહે પોતાની આવનારી ફિલ્મ હોપ ઔર હમનાં ટ્રેલર લોન્ચનાં અવસરમાં આ પ્રતિક્રિયાઓ આપી હતી.



શાહે કહ્યું કે, હાલમાં સામે આવેલ બાળકી પરનાં દુષ્કર્મ મામલે હુ ઘણો દુઃખી છુ. તેમને જ્યારે કઠુઆમાં 8 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ અને હત્યા વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, આ કોઇ નવી બાબત નથી, આ પ્રકારની ભયાવહ ઘટનાઓ હંમેશા થતી રહી છે. જો કે આ પ્રકારની ઘટનાઓ હવે ધીર ધીરે મીડિયા અને પોલીસમાં નોધાવવામાં આવી રહી છે જે એક સકારાત્મક સંકેત છે. આ પહેલા કોઇ પીડિતા પોલીસમાં કેસ નોધાવતા પણ ડરતી હતી.