loader

Breaking News


Home > National > સનસનીખેજ ખુલાસો : ૧૦ કરોડની સોપારી લઈને કરવામાં આવી મુન્ના બજરંગીની હત્યા


Foto

સનસનીખેજ ખુલાસો : ૧૦ કરોડની સોપારી લઈને કરવામાં આવી મુન્ના બજરંગીની હત્યા

July 13, 2018, 12:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : માફિયા ડોન મુન્ના બજરંગીની હત્યાને મામલે સનસનીખેજ તથ્ય સામે આવ્યાં હોવાની ચર્ચા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂર્વાંચલનું કનેક્શન પોલીસને મળી આવ્યું છે. જેને કારણે પોલીસે શંકા વ્યક્ત કરી છે કે હત્યાનો સુત્રધાર પૂર્વાંચલનો જ છે. સુનીલ રાઠી તો ફક્ત એક મોહરું જ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ દસ કરોડની સોપારી આપીને મુન્ના બજરંગીની હત્યા કરી દેવામાં આવી છે.

૨૦૧૯ માં જોનપુર લોકસભા બેઠક પર ચુંટણી લડવાની તૈયારી કરી રહેલ મુન્ના બજરંગી એક નેતાની આડે આવી રહ્યો હતો જે હત્યાનું મુખ્ય કારણ બની. બજરંગીની લોકસભા ચુંટણી લડવાની ઈચ્છા અને એક અન્ય બાહુબલી સાથે તેના વર્ચસ્વની લડાઈ પણ તપાસ હેઠળ છે. મુન્ના બજરંગીની પત્ની સીમા સિંહ બાહુબલી પર હત્યા કરાવવાનો આરોપ પણ લગાવી ચુકી છે. કુખ્યાત સુનીલ રાઠી પૂર્વાંચલમાં પોતાની ઓળખ બનાવવા માંગતો હતો એટલે તેને પણ આ કાવતરાંમાં સામેલ કરવામાં આવ્યો હતો.