loader

Breaking News


Home > Gujarat > મહિલા પીએસઆઇ પર હુમલો કરનારને સજા


Foto

મહિલા પીએસઆઇ પર હુમલો કરનારને સજા

Jan. 11, 2019, 10:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલા ચાંદખેડા વિસ્તારમાં દંપતિનાં કેસમાં સરકારી કામે મહિલા પીએસઆઈ મહિલાનાં ઘરે નોટીસ બજાવવા ગયા હતાં ત્યારે મહિલા પીએસઆઈ પર હુમલો કરનાર મહિલાને કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે.



પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં તત્કાલિન પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જ્યોત્સનાબેન ઓડ ૭ જુલાઈ, ૨૦૧૩નાં રોજ ચાંદખેડા ખાતે રહેતા હેમાલીબેન ધ્રૂવકુમાર ઢેબરનાં ઘરે નોટીસ બજાવવા ગયા હતાં આ દરમિયાન હેમાલીબેને મહિલા પીએસઆઈ સામે તરછોડાયેલું વર્તન કર્યું હતું અને બિભત્સ ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ઘરમાંથી ચપ્પુ લાવીને જીવલેણ હુમલો કર્યો હતો. આ સંદર્ભે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૭, ૩૩૩ અને ૨૯૪ (ખ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. તે દરમિયાન આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ થઈ જતાં આ કેસ ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.જે. વોરાની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.

જેમાં સરકારી વકીલ પ્રિતેશ વ્યાસે ૧૩ સાહેદો તથા તપાસ અધિકારી, ફરિયાદી અને નજરે જોનારા સાહેદોની જુબાની લીધી હતી અને ફરિયાદી એક સ્ત્રી છે અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર હોવાથી આ કેસમાં સમાજમાં દાખલો બેસે તેવી પૂરી સજા કરવા માંગણી કરી હતી. જેના પગલે કોર્ટ આરોપીને ઈપીકો કલમ ૨૩૪ નાં ગુનામાં એક વર્ષના સજા અને દંડનો હુકમ કર્યો છે આ બનાવમાં મહિલા પીએસઆઈને હાથનાં ભાગે ઈજા પહોંચી હતી તે મુજબની વિગતો ખાસ ધ્યાને લઈ ઉપરમુજબની સજા ફટકારાઈ છે.