loader

Breaking News


Home > Gujarat > કેરીઓના વેપારીઓ સાથે દબાણ શાખાનું સેટીંગ ડોટ કોમ, કેરીઓની એક બે પેટી માટે દબાણ શાખાનો મુજરો


Foto

કેરીઓના વેપારીઓ સાથે દબાણ શાખાનું સેટીંગ ડોટ કોમ, કેરીઓની એક બે પેટી માટે દબાણ શાખાનો મુજરો

May 3, 2018, 4:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગર જ્યાં તમામ હુકમો, સત્તા, ઓર્ડરો, ઠરાવો થતાં હોય અને તમામને ભ્રષ્ટાચાર હટાવોની મોટી બૂલબાંગો ફુંકતું આ શહેરમાં જ ભ્રષ્ટાચારનો મોટો લુણો લાગ્યો છે. ત્યારે ગાં.મનપાની ટીમે ઘ-૦થી રીલાયન્સ ચોકીડ સુધીનું તમામ દબાણ લારી-ગલ્લા, ચાઈનીસની લારી, નોનવેજની લારીઓ તો આવન-જાવન કરતાં લોકો માટે તો પીડા બની ગયું હોય તેવું લાગતું હતું અને ત્યારથી નીકળીએ એટલે મોઢા પર રૂમાલ બાંધીને જ જવું પડે. નોનવેજની લારીઓથી લઈને આ રોડ, રસતા એક દૂષણ બજાર તરીકે પ્રચલીત થતું જતું હતું. ત્યારે એક નહીં ઘણા અનેક ફરીયાદોના ગાં.મનપાને મળતાં આખરે તંત્ર જાગ્યું અને ઘ-૦થી લઈને રીલાયન્સ ચોકડી સુધીનો રસ્તો ચકચકાટ બનાવી દીધો.

જો કે ઘ-૦થી લઈને રીલાયન્સ ચોકડીનું તો દબાણ હટતું પણ અત્યારે તમામ બહાર ગામથી આવેલા પરપ્રાંતીઓએ અહીં ડેરા તાંણી દીધા હોય તેમ રસના કોલા, કેરીઓની પેટીઓ વેચવા મોટા તોતીંગ વાહનો તથા ટ્રેક્ટરો લઈને આવીને મુખ્ય માર્ગો ઉપર કબજા જમાવી દીધો છે. ત્યારે ગાં.મનપાની સુચના અનેકવાર આપી હોવાનું જણાવતા ગાંઠતા નથી ત્યારે કેરીની પેટીઓવાળા ગાંઠતા નથી કે ગાં.મનપાની સાંઠગાંઠ છે. તે પ્રશ્ન હાલ પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે.

ચ-૦થી લઈને ચ-૫ અને ઘ-૦થી લઈને ઘ-૬સુધી બળદ ગાડા, ટ્રેક્ટરો, ટ્રકો દ્વારા મુખ્ય રોડ, રસ્તા પર કેરીનો વેપલો કરી રહ્યા છે. ત્યારે આવન જાવન કરતાં મુખ્ય માર્ગો પર વાહન- ચાલકોને ભારે તકલીફો વેઢી રહ્યા છે. ત્યારે દબાણ શાખા એ ઘ-૦થી લઈને રીલાયન્સ ચોકડીએ જે હુરીયો દબાણનો બોલાવ્યો હતો. તે હુરીયો ઘ-૦ થી ઘ-૬ અને ચ-૦થી ચ-પ સુધી કેમ દબાણશાખા ત્રાટકતું નથી ? સેટીંગ ડોટકોમ, ગાં.મનોપાની દબાણાશાખાને કેરીઓની પેટીઓ મોકલાવી દીધી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે શહેરના સચીવાલયના પોઈન્ટ બસ્ટેન્ડ પાસે બાપ દાદાની જગ્યા હોય તેમ અડીંગો જમાવી દીધો છે. ત્યારે અહીંયાથી મુખ્યમંત્રીથી લઈને ડે. સી.એમ. , સેક્રેટરીઓ, આઈ.એ.એસ., આઈ.પી.એસ. આવન જાવન કરતાં હોવા છતાં અને અનેક ફરીયાદો કરવા છતાં ગાં.મનપાની દબાણશાખા આ કેરીઓના વેપારીઓ સામે મુજરો કરી રહી હોવાનું લાગી રહ્યું છે. કેરીઓના વેપારીઓ એ મુખ્ય માર્ગો ઉપર જેવા કે ચ- ૦ થી ચ-૫ સુધીના માર્ગો પર અડીંગો જમાવી દીધો છે. ત્યારે જવાબદારી ટ્રાફિકશાખાની પણ આવે જ છે. ત્યારે ટ્રાફિક શાખા પણ નામ વડે દર્શન ખોટે જેવી હાલત હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મુખ્ય માર્ગ પર કોઈ એક્સીડેન્ટ થશે પછી જ આ કેરી વાળાને હટાવવામાં આવશે કે શું ?