loader

Breaking News


Home > Gujarat > IAS ઓફિસરોની ભારે અછત, ટૂંક સમયમાં બદલીઓ શરુ થાય તેવી શક્યતાં


Foto

IAS ઓફિસરોની ભારે અછત, ટૂંક સમયમાં બદલીઓ શરુ થાય તેવી શક્યતાં

March 5, 2018, 5:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં આઈએએસ ઓફિસરની ભારે તંગી સર્જાઈ છે રાજયના ૧૦ થી વધુ સીનીયર આઈએએસ આફિસરો તો હાલ દિલ્હીમાં ભારત સરકારની સેવામાં કાર્યરત છે જ અને રાજયના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અનીલ મુકીમ તથા મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈન જેવા અન્ય બે સીનીયર આઈએએસ કક્ષાના ઓફિસરોની ફરીથી ભારત સરકારના મંત્રાલયોમાં નિયુકિત કરવામાં આવી છે. દવમ્યાન જુલાઈ-ર૦૧૮ અર્થાત ચારેક માસમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.ડાંગુર પણ વય નિવૃત્ત થવાના છે ત્યારે આવા મહત્વના સ્થાનો ઉપર અન્ય સીનીયર આઈએએસ ઓફિસરોની નિયુકિતનો પ્રશ્ન ગુજરાત સરકારને મુંઝવી રહ્યો છે.

આ મુદ્દે હવે હવે ટૂંક સમયમાં જ આઈએએસ ઓફિસરોની બદલીનો ગંજીપો ફરી ચીપવાની રાજય સરકારને રીતસરની ફરજ પડશે. ગુજરાતમાં સીધી ભરતીથી આઈએએસ થયેલા અને બઢતી બાદ આઈએએસ થયેલાઆની કુલ સંખ્યાબળ ર૦૭ અને આઈએએસ પદે બઢતી પામેલા અધિકારીઓની ૯૦ જેટલી છે. હાલની સ્થિતિએ એમાંથી સીધા આઈએએસ થયેલા ૧૬૪ અને બઢતીથી આવેલા આઈએએસની ૭૭ જગ્યાઓ મળી કુલ ર૪૧ જગ્યાઓ ભરાયેલી છે. જયારે આઈએએસ ઓફિસરોની કુલ પ૬ જગ્યાઓ તો હાલમાં ખાલી છે. રાજયના ૧૦ થી વધુ આઈએએસ ઓફિસરો તો હાલ દિલ્હી ખાતે ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવી રહે છે.