loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં સ્પા સેન્ટરમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ


Foto

અમદાવાદમાં સ્પા સેન્ટરમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ

Aug. 13, 2018, 8:51 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શહેરનાં મણિનગર વિસ્તારમાં આવેલ જવાહરચોક પાસેનાં એક કોમ્પ્લેક્સમાં કોહિનૂર સ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટનાં ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગઇ કાલે મોડી રાતે મણિનગર પોલીસે આ સ્પા સેન્ટર પર અચાનક દરોડા પાડી આરોપી મહિલા સંચાલકની ધરપકડ કરી હતી અને ચાર સેક્સ વર્કરને સંચાલકની ચુંગાલમાંથી છોડાવી હતી.



પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે, આરોપી મહિલા સંચાલક મહિલા મુંબઇ અને ગુજરાતમાંથી સેક્સ વર્કરને બોલાવતી હતી અને સ્પા સેન્ટરની આડમાં ગોરખધંધો ચલાવતી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરનાં મણિનગર વિસ્તારમાં આવેલા જવાહરચોક પાસેનાં શિવાની એવન્યૂમાં કોહિનૂર સ્પા સેન્ટરનાં નામે દેહવ્યાપાર ચાલી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીનાં આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને સ્પા સેન્ટરની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. કોહિનૂર સ્પા સેન્ટરમાં ચાલતા સેક્સ રેકેટને પકડવું મુશ્કેલ હતું. સ્પા સેન્ટરની સંચાલક બિલ્કિશબાનું મૂળ મુંબઇની છે અને ઘણાં વર્ષથી અમદાવાદમાં રહે છે અને કોહિનૂર સ્પા સેન્ટર ચલાવતી હતી.

જ્યારે કોઇ પણ ગ્રાહક સ્પામાં થેરાપી લેવા માટે જાય ત્યારે બિલ્કિશબાનું ગ્રાહક પાસેથી મસાજનાં રૂપિયા લેતી હતી. ત્યારબાદ સેક્સ વર્કર મસાજ માટે ગ્રાહકને રૂમમાં લઇ જાય ત્યારે ગ્રાહક સાથે સેક્સ કરવા માટેની ઓફર આપતી હતી. ગ્રાહક માની જાય ત્યારે સેક્સ માટેનાં રૂપિયા સેક્સ વર્કરને પહેલાં આપી દેવા પડતા હતા, જેથી કરીને એક પ્લાન બનાવ્યો, જેમાં ડમી ગ્રાહકને મોકલીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઇમમોરલ ટ્રાફ્રિકનાં મુદ્દે ગુનો દાખલ કરીને બિલ્કિશબાનુની ધરપકડ કરી છે. મણિનગર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે બિલ્કિશબાનુની ધરપકડ કરીને ચાર યુવતીઓને છોડાવી છે, જેમાંથી બે યુવતી મુંબઇની છે અને બીજી બે યુવતીઓ ગુજરાતની છે.