loader

Breaking News


Home > Bollywood > સેક્સી સ્ટાર સની લિયોનને મઝરાતી કાર પસંદ છે


Foto

સેક્સી સ્ટાર સની લિયોનને મઝરાતી કાર પસંદ છે

Sept. 23, 2017, 10:04 a.m.
      Whatsapp   

મુંબઇ ઃ બોલિવુડમાં સેક્સી ઇમેજના કારણે જોરદાર લોકપ્રિયતા ધરાવનાર અને અનેક ફિલ્મોમાં રોમાંચક આઇટમ સોગ કરીને તમામને રોમાંચિત કરી ચુકેલી સની લિયોનની લોકપ્રિયતા આજે ભારતમાં પણ ચરમસીમા પર છે. તેને પસંદ કરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે.

સની લિયોનનુ કહેવુ છે કે ગેજેટ્‌સને તે હમેંશા પસંદ કરે છે. જે રીતે ઓટોમોબાઇલ, ગેજેટ્‌સ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી રહીછે તે જોતા આગામી દિવસોમાં સ્થિતિ વધારે સારી બની શકે છે.



સની લિયોને કહ્યુ છે કે બિગ બોયજ ટ્‌વાયજ એક્સોમાં તે ભાગ લેવા માટે ઉત્સુક છે. સની લિયોને કહ્યુ છે કે તેને ઝડપથી દોડનાર કાર, સ્પોર્ટસ બાઇક અને ગેજેટ્‌સ ખુબ પસંદ છે. જેથી તે શોનો હિસ્સો બનવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે ત્રણ દિવસ સુધી ચાલનાર શોની શરૂઆત આજે શુક્રવારના દિવસે થઇ હતી. મુંબઇના મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી મેદાનમાં આયોજિત થનાર આ શોમાં કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં લેવામાં આવનાર છે.



સની લિયોન બોલિવુડમાં પોતાની ફિલ્મોને લઇને ખુબ આશાવાદી છે. તે બોલિવુડમાં તમામ ટોપ સ્ટાર સાથે કામ કરી ચુકી છે. જેમાં શાહરૂખ ખાનનો પણ સમાવેશ થાય છે. શાહરૂખખાનની રઇસ ફિલ્મમાં તે આઇટમ સોંગમાં નજરે પડી હતી. લૈલા મૈ લૈલા આઇટમ સોંગે ભારે ધુમ મચાવી હતી.



આ ઉપરાંત પણ તે કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સની લિયોન બોલિવુડ ફિલ્મોમાં લાંબા સમય સુધી કામ કરવા માટે આશાવાદી છે. તમામ લોકો જોણે છે કે સની લિયોન બિગ બોસ મારફતે ભારતમાં આવી હતી. અને ત્યારબાદ સતત લોકપ્રિય થઇ હતી.