loader

Breaking News


Home > Gujarat > શક્તિસિંહ ગોહિલની મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચેતવણી, માફી નહી માંગે તો ક્રિમિનલ કેસ કરીશું દાખલ


Foto

શક્તિસિંહ ગોહિલની મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચેતવણી, માફી નહી માંગે તો ક્રિમિનલ કેસ કરીશું દાખલ

Oct. 18, 2018, 10:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : બિહારનાં પ્રભારી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શક્તસિંહ ગોહિલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ક્રિમિનલ કેસ તથા નુકસાની વળતરનો દિવાની દાવો કરવા ચેતવણી આપી હતી. સીએમ રૂપાણીએ કોઇપણ આધાર વગર મીડિયા સમક્ષ પરપ્રાંતિઓ પર થયેલા હુમલા માટે શક્તસિંહ ગોહિલને જવાબદાર ઠેરવ્યા હતા.



મુખ્યમંત્રી રૂપાણીએ પરપ્રાંતીઓ પર થયેલા હુમલા પાછળ કોંગ્રેસનાં નેતાઓ હોવાનો આરોપ મુક્યો હતો. જેને પગલે ભૂતપૂર્વ નેતા વિપક્ષ અને બિહાર કોંગ્રેસનાં પ્રભારી શક્તિસિંહ ગોહિલે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, જો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ મામલે માફી નહીં માંગે તો તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી સામે બે સપ્તાહમાં ક્રિમિનલ અને બદનક્ષીનો સિવિલ સ્યૂટ દાખલ કરશે. રૂપાણીએ આડકતરી રીતે શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર પર હુમલાઓ માટે ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો હતો. જેને પગલે શકિતસિંહ ગોહિલે તીખી પ્રતિક્રિયા આપી મુખ્યમંત્રીને ખુલ્લી ચીમકી આપી હતી. આ મામલે શક્તિસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જો મારી સામે લેશ માત્ર પુરાવો હોય તો મને જેલમાં મોકલો. આ ઘટના બની ત્યારે હું બિહારમાં હતો. આ અંગે જાણ થતાં જ મેં શાંતિની અપીલ કરી હતી. મેં કહ્યું ગુજરાત મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને બિહાર મહાત્મા ગાંધીની કર્મભૂમિ છે. આ એક અતૂટ સંબંધ છે અને કોઈ છૂટક ઘટના બને તો આ અમારા માટે શરમની વાત છે.

તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસની ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટિનાં અનાવરણ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા તેમણે અલ્પેશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ પરપ્રાંતિઓ પર હુમલા પાછળ આ બંને નેતાઓનો હાથ હોવાનો પણ આરોપ મુક્યો હતો. રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસનાં એક ધારાસભ્યએ હુમલાઓનું કાવતરું કર્યું હતું.