loader

Breaking News


Home > Gujarat > ભાજપને મેયરપદની સાડા સાત વર્ષ બાદ શનિની પનોતી ઉતરશે ખરી..?


Foto

ભાજપને મેયરપદની સાડા સાત વર્ષ બાદ શનિની પનોતી ઉતરશે ખરી..?

Oct. 30, 2018, 5:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર મનપામાં મેયરપદ મેળવવા ભાજપમાં ભારે લોલીંગ ચાલી રહ્યું છે. ત્યારે આ લોબીંગમાં કયા મેદવાર માટે કેવું લોમ્બીંગ થાય છે. અને લોબીંગનું બોમ્બીંગ ફળે છે કે કેમ ? તે યથાર્થ પ્રશ્ન છે. ત્યારે મેયરપદ મેળવવા મહિલાઓના પતિદેવોએ પોતપોતાન ગોડપાધરોની બહાર પત્રમાંથી કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગાં.મનપામાંમેયરપદે કોંગ્રેસમાંથી આવેલા પ્રનવિણ પટેલ સભાના અધ્યક્ષ અને જરૂર પડખેથી તેમને મત આપવાનો છે. ત્યારે એક ગ્રુપ મેયરને ઉંટ બનાવીને પટેલ ગ્રુપનું જ નામ ઉડાડવા મથી રહ્યું છે. ત્યારે કોંગ્રેસમાંથી આવેલા અને નિયમોનુસાર હજુ પણ કોંગ્રેસના જ સભ્ય ગણાતા પ્રવિણ પટેલને કોંગ્રેસ જાડે અંડર કરંટ સારો એવો મજબૂત નાતો હોય તેમ મેયર દ્વારા જ બધી ફોર્મ્યુલા મુકવામાં આવી છે. જેનો દોરીસંચાર આડાની ગ્રુપ કરી રહી છે.

જો કોંગ્રેસ ભાજપના ૨ સભ્યોને અનાશાકે તોડવાની કોશીષ કાંતો ભાજપ માર તોડી લાવી શકે તેમ છે. તેમાં બેમત નથી. પ્રવિણ પટેલ કોંગ્રેસમાં પાછા જતા રહેતો તેવી પણ ભાજપના એક કાર્યકરે શંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસને પણ સત્તા મેળવવા મેયરના મતને બાદ કરતાં એક મતનું છેટું છે. પણ ભાજપના નવી ફોર્મ્યુલા લાવે તો નવાઈ નહીં. અઢી વર્ષ મહીલા મેયરપદ માટેની જે કાર્યસૂચી છે તેમાં સવાવર્ષ બાદ મહિલા પોતે જ મેયર પદ માંથી રાજીનામું આપીને બાકીના સવાવર્ષ મહીલા અથવા તો પુરુષ પાર્ટી પક્ષની તથા કાર્યકરોની સહમતીથી બનાવે તો નવાઈ નહીં. પણ મેયરનું પદ હરહંમેશા કોંગ્રેસને જ ફળ્યું છે. અગાઉ પણ કોંગ્રેસ જ સત્તા મલી હતી ત્યારે પણ મેયર પદે જ શોભાવ્યા હતા પણ મહેન્દ્રસિંહ રાણા કામગીરી આજે પણ લોકો વખાણી રહ્યા છે. અને પ્રજાના કામો તતા પ્રજાના દિલમાં રાજ કરી રહ્યા છે. ત્યાર બાદ પ્રવિણ પટેલ જેવો કોંગ્રેસમાં મહેન્દ્રસિંહ રાણા સામે માત્ર ૬૦ જેટલા મતોથી ઓક્સીજન ઉપર ચૂંટાયા હતા. અને મેયર બનવાની હોડમાં પોતે કોંગ્રેસ છોડીને ભાજપનો પલ્લો પકડી લેતાં પોતે અઢી વર્ષ તો કાઢી નાંખ્યા હા, ભાજપમાં ધૂસીને વિભીષણની ભૂમિકા સારી એવી અદા કરીને કોંગ્રેસને મજબુત કરી દીધી છે. તેમના શાસનમાં સૌથી નબલા મેયર તરીકે તેઓ ઉપસી આવ્યા છે અને સૌથી વધારે ગ્રાંન્ટો અને કામો કોંગ્રેસના કાર્યકરોથી લઈને કોંગ્રેસની સંસ્થોના હોવાનું પણ કોંગ્રેસના કાર્યકરો ઉત્સુકતાથી કરી રહ્યા છે.

મેયર પ્રવિણ પટેલ સૌથી નબળા અને પાર્ટીપક્ષનો ગ્રાફ નીચે ઉતારવા કરી છે. ત્યારે ભાજપના મોટા ભાગના કાર્યકરોની જે માંગ હતી. તે પડતર રહી છે. અત્યારે મેયર પ્રવિણ પટેલ વેત ઉંચા રાખીને ચાલી રહ્યા છે અને માર્કેટમાં પોતે ઓર દબદબો ઉભો કરી રહ્યા છે કે ભાજપમાં મેયર પદે આ મહિલાનું નામ આવસે તો હું મતદાન નહી કરતું. વિરુદ્ધ કરીશ. તેવું કાર્યકરોમાં ગણગણાટ કરી રહ્યા છે. મેયરપદ માટે ભાજપની ૬ જેટલી મહિલાઓ મેદાને છે. જેમાં ત્રણ ગ્રુપ પોતપોતાના ગ્રુપના નામ માટે ભલામણ કરી રહ્યા છે. ત્યારે ઉટ તરીકે મેયરનો ઉપયોગ કરવા એક ગ્રુપ સડસડાટ ઉભું થઈ ગયું છે. ત્યારે આકાની પાવલનીને આગળ ધરીને પોતાનું વર્ચસ્વ વધારવા કોશીષ કરી રહી છે.

ભાજપને મેયરપદ હજુ સુધી ફળ્યું નથી. સાડાસાત વર્ષ બાદ શનિની પનોતી ઉતરી ગઈ હોય તેવું લાગતું નથી. ત્યારે ભાજપનો અંદરતો આંતરવિગ્રહ અને કલેશ તે કોંગ્રેસને ફાયદો કરાવે તો નવાઈ નહીં. સ્ હવે પાવીની કંધા પર બંદૂક ફોડીને આકાની એક એક સભ્યને બાકાત કરવામાં લાગી ગઈ છે. ત્યારે મેયર પદની હોડમાં જા ભાજપનો જ સભ્ય બનશે તો પ્રથમવાર પ્રથમ મેયર બાજપનો હશે. કોંગ્રેસ માટે પમ સત્તા ભલે દૂર હોય પણ કોશીષ કરે તો દૂર પણ નથી ત્યારે અગાઉ મેયર ભાજપના હતા ત્યારે કોંગ્રેસના જ સભ્યનો વિરોધ ને બહાના બાજી કરીને નીકળી ગયા હતા. ત્યારે હવે લોમડીની ચાલની જેમ ભાજપમાં પણ આ નાટકો શરૂ કરી દીધા છે. ત્યારે મેયર પ્રવિણ પટેલને પોતાનો મતથી જ પાર્ટી અને મયેર પદ ચાલશે તેવું સમજી રહ્યા છે. પણ ઉપરના લેવલે પાર્ટીમાં પણ એક નહીં અનેક પુરાવા સાથે ફરીયાદો મળેલ છે. ત્યારે પાર્ટીના આલાકમનનો બને ત્યાં સુધી જે કમી હોય તેમાં ૨ મહીનામાં કયાં હડસેલના તેવું વિચારીને ચલાવી રહ્યા છે. ત્યારે પ્રદેશ કક્ષાએથી લઈને સ્વર્હણીમ સંકુલ-૧ અને તથા કમલમ કોબા ખાતે કોઈ જ પણ નેતાઓ હાજર ન હોઈ જેથી મેયરપદનું ગુંચવણ ભરેલું પોટલું ૧ નવેમ્બર પછી જ ખોલવામાં આવ્યા બાદ ગહન ચર્ચા થશે બાકી સભ્યને જે લોબીંગ તથા બોલીંગ થઈ રહ્યું છે તે દિવાળીના સૂરસૂરીયા જેવું જ છે.