loader

Breaking News


Home > Gujarat > સ્ટેચ્યું ઓફ યુનિટીને લઈને શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર


Foto

સ્ટેચ્યું ઓફ યુનિટીને લઈને શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Oct. 30, 2018, 10:19 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગ્જ નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે માર્કેટિંગ માટે સરદાર પટેલનો ઉપયોગ થઇ રહયો છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓને સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ તે જશે નહીં.

પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ ગાંધીનગર ખાતે પોતાના નિવાસસ્થાને પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને પોતાનો પ્રચાર પ્રસાર કરી રહી છે. વાઘેલાએ જણાવ્યું હતું કે નર્મદામાં વસી રહેલાં આદિવાસીઓ જેમણે સરદાર સરોવર બંધ અને પ્રતિમા માટે પોતાની જમીન આપી તે પરિવારો માટે પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્યની ચિંતા સરકારે કરવી જોઈએ.

વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે સરદાર પટેલ જયંતી પર યોજાનારા સ્ટેચ્યું ઓફ યુનિટીના સમારોહમાં આમંત્રણ મળ્યું છે પરંતુ તેઓ ત્યાં હાજર નહી રહે. વાઘેલાનું કહેવું છે કે સરકારે લોકોના વિકાસની ચિંતા કરવી જોઈએ, તેમને આપેલા વચનો નિભાવા જોઈએ.