loader

Breaking News


Home > Gujarat > શંકરસિંહ વાઘેલા થયા ફરી સક્રિય, ગુજરાતને આપશે નવો રાજકીય વિકલ્પ


Foto

શંકરસિંહ વાઘેલા થયા ફરી સક્રિય, ગુજરાતને આપશે નવો રાજકીય વિકલ્પ

Aug. 29, 2018, 10:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર સક્રિય નજર આવી રહ્યા છે. લોકસભા ચુંટણી અગાઉ તેઓ જનતાને ભાજપ અને કોંગ્રેસનો વિકલ્પ આપવાની વાત કરી રહ્યા હતા . રાજ્યસભા ચુંટણી બાદ તેઓ અજ્ઞાતવાસમાં હતા પરંતુ લોકસભા ચુંટણી અગાઉ તેમની સક્રિયતા નવા રાજકીય સમીકરણો સર્જાઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાનો પુત્ર કોંગ્રેસ છોડયા બાદ ભાજપમાં સામેલ થઇ ગયો છે.

થોડા દિવસો અગાઉ ભરૂચમાં એક શ્રદ્ધાંજલિ સભાનાં બહાને શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહમદ પટેલ સાથે એક ખાનગી ફાર્મ હાઉસ પર બેઠક યોજી હતી ત્યારબાદ તેમની કોંગ્રેસમાં ઘરવાપસી થાય તેવી અટકળો પણ તેજ થઇ રહી છે. પરંતુ ગઈકાલે બધી અટકળોને નકારતાં તેઓએ જણાવ્યું હતું કે જનતા ભાજપ અને કોંગ્રેસ બંનેથી નારાજ છે. તે વિકલ્પની શોધમાં છે અને તેઓ વિવિધ પક્ષોનાં નેતાઓ સાથે મળીને તેનાં પર વિચાર વિમર્શ કરી રહ્યા છે.